Site icon Revoi.in

થરાદમાં મુખ્ય બજારમાં માથાના દુઃખાવારૂપ બની ટ્રાફિકની સમસ્યા

Social Share

 

થરાદઃ શહેરમાં વસતી વધારા સાથે વાહનોની સંખ્યામાં પણ વધારો થયો છે. તેમજ રોબરોજ તાલુકાના ગામડાંના લોકો પણ વાહનો લઈને ખરીદી કરવા માટે થરાદ આવતા હોવાથી શહેરના મુખ્ય બજાર વિસ્તારમાં ટ્રાફિક જામની સમસ્યા માથાના દુઃખાવારૂપ બનતી જાય છે. હાલ લગ્નસીઝન હોવાથી આ સમસ્યા વધુ વકરી છે.  બજાર વિસ્તારમાં વાહનોની લાંબી કતારો જામ થઈ જાય છે, જેના કારણે રાહદારીઓને પગપાળા ચાલવામાં પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

થરાદ શહેરની મુખ્ય બજારમાં ટ્રાફિકજામની ગંભીર સમસ્યા દિન-પ્રતિદિન વધી રહી છે. જે સ્થાનિક રહેવાસીઓ અને વેપારીઓ માટે ચિંતાનો વિષય બની છે. હાલ લગ્નસીઝન હોવાથી ગામડાંના લોકો ખરીદી કરવા માટે આવતી હોવાથી ટ્રાફિકની સમસ્યા વધુ વકરી છે. હનુમાન ગોળાઈ નજીક ટીઆરબી પોઇન્ટની હાજરી છતાં ટ્રાફિક નિયંત્રણ વ્યવસ્થા કથળી છે. આસપાસના ગામડાઓમાંથી લગ્નસીઝનમાં ખરીદી માટે આવતા લોકોની ભીડને કારણે બજાર વિસ્તારમાં વાહનોની લાંબી કતારો જોવા મળી રહી છે. આ પરિસ્થિતિમાં રાહદારીઓને પગપાળા ચાલવું પણ મુશ્કેલ બની રહ્યું છે. સ્થાનિક વાહન ચાલકો અને રાહદારીઓએ આ સમસ્યાના નિવારણ માટે યોગ્ય પગલાં લેવા માટે પોલીસ તંત્ર પાસે માંગ કરી છે. જો આ સમસ્યાનું નિરાકરણ તાત્કાલિક ન લાવવામાં આવે તો આગામી દિવસોમાં પરિસ્થિતિ વધુ વણસી શકે છે.

થરાદના સ્થાનિક રહેવાસીઓ અને વેપારીઓએ આ પરિસ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરી છે. ટ્રાફિક પોલીસની કામગીરી સામે પણ પ્રશ્નો ઉઠી રહ્યા છે, કારણ કે ટ્રાફિક વ્યવસ્થાપન યોગ્ય રીતે થઈ રહ્યું નથી. સ્થાનિક વાહનચાલકો અને રાહદારીઓએ આ સમસ્યાના નિવારણ માટે તાત્કાલિક પગલાં લેવાની માંગ કરી છે. જો સત્વરે યોગ્ય પગલાં ન લેવામાં આવે તો આગામી દિવસોમાં પરિસ્થિતિ વધુ બિકટ બની શકે છે, જે શહેરના દૈનિક જીવન અને વ્યાપાર પર નકારાત્મક અસર કરી શકે છે.