Site icon Revoi.in

દિલ્હીવાસીઓની સલામતીમાં કોઇ ઢીલ ચલાવાશે નહીંઃ અમિત શાહ

Social Share

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું છે કે સરકારની ગુના સામે “ઝીરો ટોલરન્સ”ની નીતિ છે અને દિલ્હીની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિમાં કોઈપણ પ્રકારની ઢીલ સ્વીકાર્ય નથી. ગૃહમંત્રીએ દિલ્હી પોલીસ સાથે બેઠક કરી અને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા કરી.

આ બેઠકમાં કેન્દ્રીય ગૃહ સચિવ ગોવિંદ મોહન, ઈન્ટેલિજન્સ બ્યુરોના ડિરેક્ટર તપન ડેકા, દિલ્હી પોલીસ કમિશનર અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ હાજર હતા. શ્રી શાહે ભારપૂર્વક જણાવ્યું હતું કે દિલ્હીવાસીઓની સંપૂર્ણ સુરક્ષા દરેક પોલીસકર્મીની વ્યક્તિગત જવાબદારી છે. તેમણે ઉમેર્યું હતું કે બાળકો, મહિલાઓ અને વરિષ્ઠ નાગરિકોની સુરક્ષા દિલ્હી પોલીસની પ્રાથમિકતા હોવી જોઈએ.

Exit mobile version