1. Home
  2. ગુજરાતી
  3. ખોરાક
  4. ઉનાળામાં શરીરને તરબતર કરી દેશે આ 4 પ્રકારની મજેદાર શિકંજી, જાણો રેસીપી
ઉનાળામાં શરીરને તરબતર કરી દેશે આ 4 પ્રકારની મજેદાર શિકંજી, જાણો રેસીપી

ઉનાળામાં શરીરને તરબતર કરી દેશે આ 4 પ્રકારની મજેદાર શિકંજી, જાણો રેસીપી

0
Social Share

ઉનાળાની કાળઝાળ ગરમીની શરૂઆત થઈ ચૂકી છે. માર્ચ મહિનામાં જ સૂર્યદેવ આકરા મિજાજમાં જોવા મળી રહ્યા છે, ત્યારે ગરમીથી બચવા અને શરીરને અંદરથી ઠંડક આપવા માટે લોકો અવનવા ઠંડા પીણાંનો સહારો લેતા હોય છે. લીંબુ, મસાલા અને ઠંડા પાણીમાંથી બનતી શિકંજી માત્ર તરસ જ નથી છીપાવતી, પરંતુ શરીરને ત્વરિત ઉર્જા પણ આપે છે. જો તમે દરરોજ એક જ પ્રકારની શિકંજી પીને કંટાળી ગયા હોવ, તો આ 4 મજેદાર ફ્લેવર વાળી શિકંજીની રેસીપી તમારા ઉનાળાને વધુ સ્વાદિષ્ટ બનાવી દેશે.

સૌ પ્રથમ તૈયાર કરો શિકંજી મસાલો, કોઈપણ શિકંજી બનાવતા પહેલા તેનો મસાલો ઘરે જ તૈયાર કરવો જોઈએ. આ માટે એક પેનમાં જીરું, આખા ધાણા, કાળા મરી અને લવિંગને હળવા શેકી લો. મસાલા ઠંડા થાય એટલે તેને પીસી લો. હવે તેમાં આદુ પાવડર (સૂંઠ), ફુદીનાનો પાવડર, સંચળ અને સાદું મીઠું ઉમેરી મિક્સ કરો. તૈયાર છે તમારો ચટપટો શિકંજી મસાલો.

  • મસાલા શિકંજી

સૌથી પહેલા એક ગ્લાસમાં દળેલી ખાંડ લો. તેમાં ફુદીનાના પાન નાખીને સહેજ કૂટી લો. હવે તેમાં તૈયાર કરેલો શિકંજી મસાલો નાખો અને ઠંડુ પાણી ઉમેરો. અંતમાં લીંબુનો રસ અને બરફના ટુકડા નાખીને મિક્સ કરી સર્વ કરો.

  • લીચી શિકંજી

એક બ્લેન્ડિંગ જારમાં લીચી (બી કાઢેલી), બરફના ટુકડા, ઠંડુ પાણી, લીંબુનો રસ, શિકંજી મસાલો અને ખાંડ નાખીને બ્લેન્ડ કરી લો. હવે એક ગ્લાસમાં પલાળેલા સબ્જાના બી અને લીંબુની સ્લાઈસ નાખો. તેમાં તૈયાર કરેલું લીચીનું મિશ્રણ ઉમેરો. તૈયાર છે રિફ્રેશિંગ લીચી શિકંજી.

  • જાંબુ શિકંજી

જાંબુ શિકંજી બનાવવા માટે પહેલા જાંબુને પીસીને તેની પેસ્ટ બનાવી લો. હવે એક ગ્લાસમાં લીંબુ, ફુદીનાના પાન, શિકંજી મસાલો અને ઠંડુ પાણી મિક્સ કરો. ઉપરથી જાંબુની પેસ્ટ ઉમેરી તેને ફરી એકવાર બ્લેન્ડ કરી લો. આ ડ્રિંકનો સ્વાદ તમને પ્રખ્યાત મોકટેલ જેવો જ લાગશે.

  • મેંગો શિકંજી

કેરીના શોખીનો માટે આ બેસ્ટ છે. બ્લેન્ડિંગ જારમાં કેરીના ટુકડા, લીંબુનો રસ, ખાંડ, શિકંજી મસાલો, પાણી અને બરફ નાખીને બ્લેન્ડ કરો. હવે ગ્લાસમાં આ જ્યુસ કાઢી લો અને ઉપરથી ફુદીનાના પાન તથા સંચળ નાખીને ગાર્નિશ કરો.

ગ્લાસમાં ઠંડા પાણીની જગ્યાએ સોડા વોટરનો ઉપયોગ કરીને તમે આ શિકંજીને કાર્બોનેટેડ ડ્રિંક જેવું પણ બનાવી શકો છો.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code