1. Home
  2. ગુજરાતી
  3. ભારતના આ પાંચ ક્રિકેટરોને નિવૃતિ બાદ વિદાઈ મેચ રમવાનો નહીં મળ્યો લાભ

ભારતના આ પાંચ ક્રિકેટરોને નિવૃતિ બાદ વિદાઈ મેચ રમવાનો નહીં મળ્યો લાભ

0
Social Share

દિલ્હીઃ જેન્ટલમેનની રમત ગણાતી ક્રિકેટમાં દરેક ક્રિકેટર ઈચ્છે કે તેઓ નિવૃત્તિ લે ત્યારે વિદાઈ મેદાનમાં સન્માન સાથે થાય પરંતુ ભારતના કેટલાક એવા ક્રિકેટર છે જેમને આ સન્માન મળ્યું નથી. જેમાં ક્રિકેટના ધ વોલ કહેવાતા રાહુલ દ્રવિડ અને મુસ્લાનના સુલ્તાન ગણાતા વિરેન્દ્ર સહેવાગનો સમાવેશ થાય છે. એટલું જ નહીં વન-ડે વર્લ્ડ કર, ટી-20 વર્લ્ડકપ સહિતની ટુર્નામેન્ટ જીતીને ટીમ ઈન્ડિયાને ટોપ ઉપર લઈ જનારા કેપ્ટન કુલ તરીકે જાણીતા મહેન્દ્રસિંહ ધોનીનો પણ સમાવેશ થાય છે.

  • મહેન્દ્ર ધોની

ભારતના પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીએ ટીમ ઈન્ડિયાને અનેક ઐતિહાસિક ક્ષણ આપ્યાં છે. ધોનીની કેપ્ટનશીપમાં જ ભારત આઈસીસી વર્લ્ડ ટી-20 (2007), વન-ડે વર્લ્ડકપ (2011) અને ચેમ્પિયનશિપ ટ્રોફિ જીત્યું હતું. ડિસેમ્બર 2014માં ધોનીએ ટેસ્ટ ક્રિકેટમાંથી અચાનક નિવૃત્તિ લીધી હતી. આ ઉપરાંત 2020માં વન-ડે અને ટી-20માંથી પણ સન્યાસ લીધો હતો. ભારતને અનેક સફળતા અપનાર ધોની વિદાય મેચના સન્માનના હકદાર હતા પરંતુ તેઓ તેનાથી વંચિત રહ્યાં હતા. જો કે, હજુ ધોની આઈપીએલમાં રમે છે.

  • રાહુલ દ્રવિડ

તાજેતરમાં જ શ્રીલંકાના પ્રવાસે ગયેલી ટીમ ઈન્ડિયાના કોચ રાહુલ દ્રવિડએ વર્ષ 2012માં ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી સન્યાસ લીધો હતો. સચિન તેડુલકર બાદ વન-ડે અને ટેસ્ટમાં દસ-દસ હજાર રન બનાવ્યાં હોય તો તે રાહુલ દ્રવીડ છે. ક્રિકેટમાંથી નિવૃત્તિ બાદ દ્રવિડ કોચિંગ ક્ષેત્રે ધ્યાન કેન્દ્રીત કર્યું હતું. તેમને પણ વિદાય મેચનો લાભ મળ્યો ન હતો.

  • વિરેન્દ્ર સહેવાગ

ભારતના એક સમયના વિસ્ફોટક બેસ્ટમેન વિરેન્દ્ર સહેવાગે 104 ટેસ્ટમાં 49.34ની એવરેજથી 8586 રન બનાવ્યાં હતા. 251 વન-ડેમાં 8273 રન બનાવ્યાં હતા. આ ઉપરાંત ટેસ્ટમાં બે વખત ટ્રીપલ સદી મારી હતી અને વન-ડેમાં એક જ મેચમાં 219 રન બનાવ્યાં હતા. સહેવાગે વર્ષ 2015માં ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી. પરંતુ તેમને વિદાય મેચનું સન્માન મળ્યું ન હતું. કોમેન્ટરની ભૂમિકામાં હાલ જોવા મળે છે.

  • ગૌત્તમ ગંભીર

વર્ષ 2007ની ટી-20 વર્લ્ડ કપ અને 2011માં વર્લ્ડકપ જીતનારી ટીમ ઈન્ડિયાના સભ્ય ગૌત્તમ ગંભીરે વર્ષ 2018માં અન્ટરનેશનલ ક્રિકેટમાંથી સન્યાસ લીધો હતો. પરંતુ તેઓ પણ વિદાઈ મેચના સન્માનથી વંચિત રહ્યાં હતા. 58 ટેસ્ટમાં 41.95ની એવરેજથી 4154, 147 વન-ડેમાં 5238 રન બનાવ્યાં હતા. આ ઉપરાંત ટી-20 મેચમાં પણ શાનદાર પ્રદર્શન રહ્યું હતું. ગૌત્તમ ગંભીર હાલ દિલ્હીના સાંસદ છે.

  • ઝહીરખાન

ટીન ઈન્ડિયાના એક સમયના સ્ટાર બોલર ઝહિર ખાને વર્ષ 2017માં ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી. લાંબો સમય સુધી ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર તરીકે જવાબદારી નિભાવનારા ઝહિર ખાનને પણ વિદાઈ મેચનો લાભ મળ્યો ન હતો.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code