
અજવાઇનની ચા પીવાના થશે આ ફાયદા, આ રીતે બનાવો અજવાઇનની ચા
- અજવાઇન સેહત માટે ફાયદાકારક
- અજવાઇનની ચા પીવાના ફાયદા
- આ રીતે બનાવો અજવાઇનની ચા
અજવાઇન એક મસાલો છે, જે સામાન્ય રીતે ઘરોમાં જોવા મળે છે. અજવાઇન સેહત માટે ફાયદાકારક છે. તે ઘણીવાર ઘરેલું ઉપાય તરીકે ઉપયોગમાં લેવાય છે. અજવાઇનના તો અનેક ફાયદા છે, પરંતુ તમે ક્યારેય અજવાઇનની ચા પીધી છે ખરી? તો ચાલો જાણીએ કેવી રીતે બનાવવામાં આવે છે અને તે કેટલું ફાયદાકારક છે.
- ભૂખ માટે પીવો અજવાઇનની ચા
ઉનાળા દરમિયાન ઘણી વાર ભૂખ ઓછી લાગે છે. એવામાં તમે અજવાઇનની ચાનું સેવન કરી શકો છો. તે તમારી ભૂખ વધારે છે.તેનાથી તમારું એનર્જી લેવલ વધે છે.
- વજન ઓછું કરવા માટે
અજવાઇનમાં ફાઈબર હોય છે. તે ચરબી ઘટાડવામાં મદદ કરે છે.તેનું સેવન કરવાથી વજન કંટ્રોલમાં રાખે છે.
- સંક્રમણથી બચાવ કરે છે
અજવાઇનમાં બેક્ટેરિયા સામે લડવાના ગુણ હોય છે અથવા તેમાં એન્ટીબેક્ટેરિયલ ગુણ હોય છે. નિયમિતપણે એક કપ ચા પીવાથી તમે તમારી જાતને સંક્રમણથી બચાવી શકો છો.
- અસ્થમાના દર્દીઓ માટે
અજવાઇનની ચા અસ્થમાના દર્દીઓ માટે પણ ફાયદાકારક છે. દરરોજ મધની સાથે અજવાઇનની ચા બનાવીને પીવાથી અસ્થમાના એટેકમાં ફાયદો થાય છે.
- આ રીતે બનાવો અજવાઇનની ચા
અજવાઇનની ચા બનાવવા માટે એક પેનમાં 2 કપ પાણી ઉકાળો. ત્યારબાદ તેમાં અડધી ચમચી અજવાઇન ઉમેરો અને તેને ધીમા તાપે ઉકળવા દો. થોડા સમય પછી તેને એક કપમાં નાખો. અને તેમાં લીંબુનો રસ અને મધ સાથે મિક્ષ કરીને પીવો. આ સિવાય તમે અજવાઇનની ચા બીજી રીતે પણ બનાવી શકો છો. આ માટે એક ગ્લાસ પાણીમાં અડધી ચમચી અજવાઇન નાખો અને તેને આખી રાત પલાળી રાખો. સવારે આ પાણીને ગાળી લો અને 5 થી 7 મિનિટ સુધી ઉકાળો અને પીવો.