
દૂધ અને ઈંડાથી અનેક ગણી શક્તિશાળી છે આ દાળ, તેને ભોજનમાં સામેલ કરવાથી મળશે પહેલવાનને ટક્કર મારે તેવી તાકાત
પ્રોટીનની કમી પૂરી કરવા માટે લોકો ઈંડા અને દૂધનું સેવન કરે છે. આ બંન્ને વસ્તુમાં સારી માત્રામાં પ્રોટીન હોય છે અને તેનાથી મસલ્સને મજબૂત કરી શકાય છે. જો તમે પણ અત્યાર સુધી ઈંડા અને દૂધનું સેવન કરો છો, તો તમારે લોબિયાની દાળ જરૂર ટ્રાય કરવી જોઈએ. તમે જાણીને હેરાન થશો કે એક વાટકી લોબિયા દાળમાં 2 ઈંડા જેટલું પ્રોટીન હોય છે. આને દુનિયાની પાવરફુલ દાળ માની શકાય છે. આ દાળનું સેવન કરવાથી તમારા શરીરમાં પહેલવાન જેવી તાકાત આવે છે. આ દાળને પ્રોટીન અને કેલ્શિયમનો સોર્સ માનવામાં આવે છે.
આ દાળને શાકાહારી લોકો માટે પ્રોટીનનો સૌથી સારો સ્ત્રોત માનવામાં આવે છે. આ દાળમાં પ્રોટીન, કેલ્શિયમ, ફાઈબર અને મિનરલ્સનો ભંડાર છે. લોબિયાની એક કપ અટલે કે 170 ગ્રામ દાળમાં 13 ગ્રામ પ્રોટીન હોય છે. 100 ગ્રામ દૂધમાં 3.4 ગ્રામ પ્રોટીન હોય છે. જ્યારે લોબિયામાં ઘણા ટકા વધારે પ્રોટીન હોય છે. ચિકનની અપેક્ષા પણ આ દાળ સ્વાસ્થ્ય માટે ચમત્કારી માનવામાં આવે છે. આ શરીરમાં તાકાત ભરે છે.
લોબિયાની દાળ ખાવાથી તમે દિવસભર એનર્જીથી ભરપૂર રહેશો, આ દાળ તમારા સ્નાયુઓને મજબૂત કરે છે. તેમજ પેટ સંબંધી સમસ્યાઓને દૂર કરે છે. આ દાળમાં ભરપૂર પ્રમાણમાં ફાઈબર હોય છે, જે પાચન સંબંધી સમસ્યાઓને દૂર કરવામાં મદદ કરે છે. લોબિયાની દાળમાં સારી માત્રામાં મેન્ગેનીઝ હોય છે, જે શરીરને ઈન્સટન્ટ એનર્જી આપે છે. અને કમજોરી દૂર કરે છે.