ફાર્મા હબ બનેલા ભારતના વખાણ,અમેરિકાના સ્થાનિક લોકો સહિત બિઝમેને પણ કરી સરાહના – આ છે કારણ
- ભારતની શક્તિનો દુનિયાએ જોયો ચમકારો
- ભારતની સિદ્ધી પર અન્ય દેશમાં રહેતા ભારતીયોને ગર્વ
- કોરોનાને લઈને ભારતની મજબૂત લડાઈ
દિલ્હી:ભારત છેલ્લા કેટલાક સમયમાં ફાર્માનું હબ તો બની ગયું છે, વિશ્વના મોટા ભાગના દેશોને વેક્સિન પહોંચાડીને લોકોને કોરોનાવાયરસના સંક્રમણથી બચાવવાનો પણ પ્રયાસ કરી રહ્યું છે. આવામાં ભારત દ્વારા અન્ય દેશોની તો મદદ કરવામાં આવી છે પરંતુ પોતાના દેશના લોકોનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે. હવે ભારતની આ સિદ્ધી ઓ પર તો વિશ્વના દેશો એટલે કે તેમાં અમેરિકાએ પણ ભારતના વખાણ કર્યા છે.
વાત એવી છે કે બિલ ગેટ્સે ટ્વિટ કર્યું, ‘ભારતે એક અબજ વેક્સિન ડોઝ લગાવી છે, જે તેની નવીનતા, મોટા પાયે ઉત્પાદન કરવાની ક્ષમતા અને કોવિનને ટેકો આપવા માટે લાખો આરોગ્ય કર્મચારીઓની ઇચ્છા દર્શાવે છે.’ , આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા, પ્રધાનમંત્રી કાર્યાલય અને કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયને પણ ટેગ કર્યા. બિલ ગેટ્સે 28 ઓગસ્ટે ભારતને વેક્સિનેશનને લઈને અભિનંદન આપ્યા હતા, જ્યારે આ ખતરનાક બીમારી સામે એક કરોડથી વધુ એક ભારતીયોને વેક્સિન આપવામાં આવી હતી.
માઈક્રોસોફ્ટના સહ-સ્થાપક બિલ ગેટ્સે દેશમાં 100 કરોડ વેક્સિન ડોઝ લગવા બદલ ભારતની પ્રશંસા કરી છે. ગેટ્સે આ પહેલા પણ કોરોનાવાયરસ મહામારી સામેની લડાઈમાં ભારતના પ્રયાસોની પ્રશંસા કરી છે. શુક્રવારે, તેમણે 100 કરોડ વેક્સિન ડોઝ લાગુ કરવા પર ટ્વિટ કર્યું અને કહ્યું કે,આ સિદ્ધિ મોટા પાયે ઉત્પાદન કરવાની ક્ષમતા બતાવવાની ભારતની ઇચ્છા દર્શાવે છે. ભારતે ગુરુવારે સવારે રસીકરણના મામલે આ સીમાચિહ્ન હાંસલ કર્યું. આ 10 મહિનાથી ઓછા સમયમાં પ્રાપ્ત થયું છે.
India has administered 1 billion vaccine doses, a testament to India’s innovation, ability to manufacture at scale, and the efforts of millions of health workers backed by CoWIN. Congratulations @narendramodi @mansukhmandviya @PMOIndia @MoHFW_India https://t.co/vygRkSkPRm
— Bill Gates (@BillGates) October 22, 2021
આ પ્રથમ વખત હતું જ્યારે એક દિવસમાં એક કરોડથી વધુ નાગરિકોને વેક્સિન આપવામાં આવી.પરંતુ ત્યારથી આ સિદ્ધિ ઓછામાં ઓછા ચાર દિવસોમાં પ્રાપ્ત થઈ છે. અગાઉ ગેટ્સે પણ મહામારી દરમિયાન પીએમ મોદીના નેતૃત્વ માટે વખાણ કર્યા હતા. 19 જાન્યુઆરીએ રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન શરૂ થયાના લગભગ નવ મહિના પછી ભારતે ગુરુવારે 1 અબજથી વધુ રસી ડોઝ પહોંચાડવાનો સીમાચિહ્ન હાંસલ કર્યો. આ આંકડામાં રસીના સિંગલ અને ડબલ ડોઝ લેનારા લોકોનો સમાવેશ થાય છે.
ઉલ્લેખનીય છે કે ભારતના લોકો કે જે અમેરિકામાં રહે છે તે લોકો દ્વારા પર ભારતના વખાણ કરવામાં આવ્યા છે. અમેરિકામાં રહેતા કેટલાક ભારતના લોકોનું કહેવું છે કે ભારત સરકાર દ્વારા કોરોનાવાયરસ સામે મજબૂત લડાઈ આપવામાં આવી છે અને સરકારે લોકોને વેક્સિન મળી રહે તે માટે તમામ પ્રકારના પગલા લીધા છે.