રાજધાનીમાં ડેન્ગ્યુનો કહેર યથાવત – માત્ર 3 અઠવાડિયામાં દર્દીઓની સંખ્યા સાત ગણી વધી
- દિલ્હીમાં ડેન્ગ્યુનો કહેર
- 22 દિવસોમાં સાત ગણા દર્દીઓ વધ્યા
દિલ્હીઃ- દેશની રાજધાની દિલ્હીમાં છેલ્લા કેટલાક સમયથી ડેન્ગ્યુના દર્દીઓની સંખ્યા ઝડપથી વધી રહી છે. છેલ્લા 22 દિવસમાં ડેન્ગ્યુના દર્દીઓની સંખ્યામાં લગભગ સાત ગણો વધારો થયેલો જોવા મળ્યો છે,વિતેલા દિવસને શુક્રવારે ડેન્ગ્યુના 12 નવા દર્દીઓની મળી આવ્યા છે. આ સાથે જ ગૌતમ બુદ્ધ નગરમાં ડેન્ગ્યુના દર્દીઓની સંખ્યા વધીને હવે 287 થી ચૂકી છે.
આસમગ્ર બાબતે આરોગ્ય વિભાગે આપેલી માહિતી પ્રમાણે હોસ્પિટલમાં 31 દર્દીઓની સારવાર ચાલી રહી છે. ઓક્ટોબર મહિનામાં ડેન્ગ્યુના દર્દીઓની સંખ્યામાં ખૂબ જ ઝડપથી વધારો થયેલો જોઈ શકાય છે. જિલ્લામાં 30 સપ્ટેમ્બરના રોજ ડેન્ગ્યુના દર્દીઓની સંખ્યા 44 હતી, જે 22 ઓક્ટોબર સુધીમાં વધીને 287 થઈ છે, જે લગભગ સાત ગણી છે.
આ સમગ્ર બાબતને લઈને હોસ્પિટલ એડમિનિસ્ટ્રેશને આપેલી માહિતી અનુસાર જો જરૂર પડે તો દર્દીઓને ઇમરજન્સીમાં દાખલ કરવામાં આવશે, પરંતુ જ્યારે દર્દીને રજા આપવામાં આવે ત્યારે જ તેમને વોર્ડમાં શિફ્ટ કરી શકાય છે. જો કે હજી પણ જિલ્લા હોસ્પિટલમાં પ્લેટલેટની સુવિધા નથી. દર્દીઓને સંપૂર્ણ લોહી મળી શકે છે.
જિલ્લાની હોસ્પિટલમાં ડેન્ગ્યુના શંકાસ્પદ દર્દીઓની ભીડ જોવા મળી રહી છે. ઈમરજન્સીમાં પણ દર્દીઓને દાખલ કરવામાં આવી રહ્યા છે. બીજી બાજુ, ESI હોસ્પિટલમાં પથારીઓ ભરેલી છે. કૈલાશ હોસ્પિટલમાં એક પણ બેડ ખાલી નથી. મોટાભાગના બેડ ડેન્ગ્યુના શંકાસ્પદ અને તાવથી પીડિત દર્દીઓ માટે સારવાર લઈ રહી છે. તો બીજી રફ દિલ્હીની જ જાણીતી ફોર્ટિસ હોસ્પિટલમાં પણ સ્થિતિ આજ પ્રકારે જોઈ શકાય છે.