Site icon Revoi.in

દૂધીનો જ્યુસ આરોગ્ય અને સૌંદર્ય માટે અમૃત સમાન, જાણો પીવાનો યોગ્ય સમય

Social Share

ગરમીના સીઝનમાં દૂધી શરીરને ઠંડક આપવાનું કામ કરે છે. હેલ્થ એક્સપર્ટ્સ કહે છે કે દૂધીનું જ્યુસ માત્ર પોષક તત્ત્વોથી ભરપૂર નથી, પણ અનેક બીમારીઓથી બચાવ કરવામાં મદદરૂપ છે. પરંતુ દૂધીનો જ્યુસ પીવાનો યોગ્ય સમય જાણવો એટલો જ મહત્વનો છે.

વજન ઘટાડવામાં સહાયકઃ દૂધીનો જ્યુસ low-calorie drink તરીકે ઓળખાય છે. તેમાં ફાઇબરનું પ્રમાણ વધારે હોય છે, જે લાંબા સમય સુધી પેટ ભરેલું રહે તેવી લાગણી આપે છે અને ભૂખને કાબૂમાં રાખે છે. નિષ્ણાતોના જણાવ્યા મુજબ, વજન ઘટાડવા ઇચ્છતા લોકોએ સવારે ખાલી પેટ દૂધીનો જ્યુસ પીવો જોઈએ.

પાચનતંત્ર માટે લાભદાયીઃ દૂધીનો જ્યુસ પાચનતંત્રને મજબૂત બનાવે છે. તે પેટની ગરમી ઓછી કરે છે અને કબજિયાતમાંથી રાહત અપાવે છે. રોજિંદા સેવનથી પાચન ક્રિયા સ્વસ્થ રહે છે.

હાર્ટ હેલ્થ માટે ઉત્તમઃ દૂધીના જ્યુસમાં રહેલા મિનરલ્સ બ્લડ સર્ક્યુલેશનને સંતુલિત રાખે છે અને હાર્ટને મજબૂત બનાવે છે. હાઈ બ્લડ પ્રેશર ધરાવતા દર્દીઓ માટે તેનું નિયમિત સેવન ખાસ ફાયદાકારક ગણાય છે.

સ્કિન માટે ફયદાકારકઃ દૂધીનો જ્યુસ શરીરને detox કરે છે અને સ્કિનને ચમકદાર બનાવે છે. તેને સવારે કે રાત્રે સૂતા પહેલા પીવાથી ત્વચા સ્વસ્થ અને ઉજળી રહે છે.

સવારે ખાલી પેટ દૂધીનો જ્યુસ પીવાથી શરીરને સૌથી વધારે ફાયદો થાય છે. તેમ છતાં તેને દિવસ દરમિયાન અથવા રાત્રે સૂતા પહેલા પણ પી શકાય છે.

નિષ્ણાતોનો મત છે કે દૂધીનો જ્યુસ સ્વાસ્થ્ય અને સૌંદર્ય બંને માટે કુદરતી ટોનિક છે, જેનાથી શરીર તંદુરસ્ત અને ત્વચા તાજગીભરી રહે છે.

Exit mobile version