Site icon Revoi.in

દસાડાના એછવાડા ગામ નજીક ટ્રક અને રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાતા ત્રણના મોત

Social Share

સુરેન્દ્રનગર, 23 જુન, 2026 : Three killed in accident between truck and rickshaw  જિલ્લાના દસાડા નજીક આવેલા એછવાડા ગામના બસ સ્ટેન્ડ પાસે હાઈવે પર ટ્રક અને રિક્ષા વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા રિક્ષામાં પ્રવાસ કરી રહેલા ત્રણ લોકોના ઘટનાસ્થળે મોત નીપજ્યા છે. આ અકસ્માતને લીધે આજુબાજુના લોકો દોડી આવ્યા હતા.અને પોલીસને જાણ કરાતા પોલીસ કાફલો દોડી આવીને બચાવની કામગીરી હાથ ધરી હતી.

આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે,  દસાડાના એછવાડા ગામના બસ સ્ટેન્ડ પાસે રોડ પર પૂરપાટ આવતા ટ્રકચાલકે રિક્ષાને જોરદાર ટક્કર મારતા ભયાનક અકસ્માત સર્જાયો હતો. અકસ્માતને લીધે સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસ ઘટનાસ્થળે પહોંચી મૃતકોના મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. સમગ્ર મામલે પોલીસે અકસ્માતનો ગુનો નોંધી ફરાર ટ્રકચાલકને ઝડપી પાડવા આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અકસ્માતના બનાવને લઈને સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે, આ વિસ્તાર થોડા દિવસ પહેલા ટ્રેલરની અડફેટે 3 લોકોના મોત થયા હતા. ભારેભરખમ મોટા વાહનો પૂરપાટ અને બેદરકારી પૂર્વક ચલાવતા હોવાથી અકસ્માતના બનાવો વધી રહ્યા છે. ત્યારે પૂરપાટ ઝડપે દોડતા વાહનચાલકો સામે પગલાં લેવાની માગ ઊઠી છે.

Exit mobile version