Site icon Revoi.in

વડોદરામાં વારસિયા વિસ્તારમાં ત્રણ શખસોએ ત્રણ કાર અને રિક્ષાને આગ ચાંપી

Social Share

• બુટલેગરો વચ્ચે ચાલતી માથાકૂટને બનાવ બન્યાની શક્યતા, પ્ર
• થમ થારને આગ ચાંપ્યા બાદ વેન્યુ સહિત બે કારને અને રિક્ષાને આગ ચાંપી,
• ફાયર બ્રિગેડે દોડી જઈને આગ બુઝાવી દીધી

વડોદરાઃ શહેરના વારસિયા વિસ્તારમાં ગત મોડી રાત્રે કોઈ અજાણ્યા શખસોએ થાર, વેન્યુ સહિત ત્રણ કાર અને એક રિક્ષાને આગ ચાંપીને પલાયન થઈ ગયા હતા. આગ લાગ્યાની જાણ થતાં લોકોએ ફાયર બ્રિગેડ અને પોલીસને જાણ કરી હતી. ફાયર બ્રિગેડના ફાયટરોએ દોડી આવીને આગને કાબુમાં લીધી હતી. આગને લીધે ચારેય વાહનોને સારૂએવું નુકસાન થયુ છે. વારસિયા પોલીસની ટીમ પણ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને આ મામલે વધુ તપાસ શરૂ કરી છે. રિક્ષા સળગી તે સીટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવે છે. જેથી સિટી પોલીસે પણ તપાસ શરૂ કરી છે.

આ બનાવની વિગત એવી છે કે, ગત મોડી રાત્રે વડોદરા શહેરના વારસિયા વિસ્તારમાં સાંઈબાબા નગરના ખુલ્લા પ્લોટમાં પાર્ક કરેલી થારમાં કોઈ અજાણ્યા શખસોએ આગ લગાવી હતી, ત્યારબાદ બાજુમાં પડેલી વેન્યુ અને ટ્રીબર સુધી આગ ફેલાઈ ગઈ હતી.આ ત્રણેય કાર સંપૂર્ણપણે બળીને ખાક થઈ ગઈ હતી. આ ઉપરાંત અંજલિ સોસાયટીમાં પાર્ક કરેલી એક ઓટો રિક્ષાને પણ આગની જ્વાળાઓમાં લપેટાઈ હતી. રિક્ષા ચાલકે જણાવ્યું કે, બાજુમાં પાર્ક કરેલી બીજી રિક્ષા સળગાવવાનો ઈરાદો હતો, પણ ભૂલથી મારી રિક્ષાને આગ લગાવી દીધી હતી.

આ મામલો વારસિયા પોલીસ સ્ટેશન તેમજ સિટી પોલીસ સ્ટેશનમાં પહોંચતાં બંને પોલીસ મથકની ટીમોએ સંયુક્ત રીતે તપાસ હાથ ધરી છે. બુટલેગરો વચ્ચે ગેંગવોરનું પરિણામ હોવાની પ્રબળ શક્યતા છે અને આ કૃત્ય કરનારા શખ્સોની ઓળખ તેમજ ધરપકડ માટે વ્યાપક તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, 7 મહિના પહેલા વડોદરાના નામચીન બુટલેગર અલ્પુ સિંધી અને હેરી લુધવાણી વચ્ચે ગેંગવોર થઈ હતી. જેને લઇને તેમાં સાગરીતો દ્વારા આગ ચંપીની કરવામાં આવી હોવાની શક્યતા છે, જેને પગલે પોલીસે આ દિશામાં પણ તપાસ શરૂ કરી છે.

Exit mobile version