અમદાવાદઃ સુરેન્દ્રનગરના સરા-ધ્રાંગધ્રા રોડ પર અકસ્માતની ઘટના બની છે. જેમાં શિફ્ટ ગાડી પલટી ખાઈ જતાં અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં બે મહિલા અને એક પુરુષનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું. મૃતકને ધ્રાંગધ્રા સરકારી હોસ્પિટલ પીએમ માટે લાવામાં આવ્યા છે.
સરા-ધ્રાંગધ્રા રોડ પર અકસ્માતની ઘટનામાં બબુબેન છનાનાઈ દેવસીભાઈ જેજરીયા (ઉં.વ. 50), ભાનુબેન રમેરાભાઈ જેઠાભાઈ જેજરીયા (ઉં.વ. 35) અને ચોપાભાઈ બિજલભાઈ જેજેરીયા (ઉં.વ. 45)નું મોત નીપજ્યું હતું. મૃતક પરિવાર મૂળી તાલુકાના દાધોડિયા ગામના રહેવાસી હોવાનું સામે આવ્યું છે.
અકસ્માતની ઘટનાને લઈને મૃતકોના પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. સમગ્ર ઘટનાને લઈને પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.