અમદાવાદ, 17 જુલાઈ 2026 : Three students from Ahmedabad feature in the top 30 of the NEET-UG 2026 દેશભરની મેડિકલ કોલેજોમાં પ્રવેશ માટે લેવાયેલી નીટ-યુજી 2026ની પરીક્ષાનું પરિણામ જાહેર થતાં અમદાવાદ સેન્ટરમાંથી ત્રણ વિદ્યાર્થીએ ટોપ-30માં સ્થાન મેળવ્યું છે. જેમાંથી એક વિદ્યાર્થીએ તો EWS કેટેગરીમાં દેશમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. નીટ-યુજી 2026ની પરીક્ષા દેશભરમાંથી અંદાજે 20 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, જેમાંથી 11.21 લાખ વિદ્યાર્થીઓ પાસ થયા છે. હવે નીટના મેરીટના આધારે વિદ્યાર્થીઓને મેડિકલ કોલેજોમાં પ્રવેશ ફાળવાશે.
દેશભરની તમામા તબીબી કોલેજોમાં પ્રવેશ માટે નીટ ફરજિયાત છે. આ વર્ષે નીટ યુજી 2026ની પરીક્ષામાં પેપેર લીક થતા પરીક્ષા રદ કરીને ગત 21 જૂને ફરીથી પરીક્ષા લેવામાં આવી હતી. આ પરીક્ષા માટે ગુજરાતમાંથી 88,022 વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. જેમાંથી રાજ્યના 86,410 વિદ્યાર્થીએ પરીક્ષા આપી હતી. આ પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવતા દેશભરમાં અંદાજે 20 લાખ પરીક્ષાર્થીઓમાંથી 11.21 લાખ વિદ્યાર્થીઓ પાસ થયા છે. જેમાં ગુજરાતમાં અમદાવાદ સેન્ટરમાંથી ત્રણ વિદ્યાર્થીએ ટોપ-30માં સ્થાન મેળવ્યું છે. જેમાંથી એક વિદ્યાર્થીએ તો EWS કેટેગરીમાં દેશમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે.
આ વર્ષે NEET UG પરીક્ષાનું આયોજન દેશના 5,440 પરીક્ષા કેન્દ્ર પર કરવામાં આવ્યું હતું, જ્યારે વિદેશના 14 શહેરમાં પણ પરીક્ષા લેવામાં આવી હતી, જેથી વિદેશમાં રહેતા ભારતીય વિદ્યાર્થીઓએ પણ પરીક્ષા આપી હતી. પરીક્ષાનું આયોજન નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા કડક સુરક્ષા વ્યવસ્થા અને પારદર્શક પ્રક્રિયા હેઠળ કરવામાં આવ્યું હતું.
નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા જાહેર કરાયેલા NEET UG 2026ના પરિણામમાં ગુજરાતના ત્રણ વિદ્યાર્થીઓએ શાનદાર પ્રદર્શન કરી ઓલ ઇન્ડિયા રેન્કના ટોપ 30માં સ્થાન મેળવ્યું છે. એટલે કે અમદાવાદ સેન્ટર પરથી પરીક્ષા આપનારા તહા સેમૂન ભાટિયાએ ઓલ ઈન્ડિયામાં 25 રેન્ક મેળવ્યો છે. જ્યારે સમગ્ર દેશમાં EWS કેટેગરીમાં ઓલ ઈન્ડિયા પ્રથમ સ્થાન મેળવ્યું છે. જ્યારે શૌર્ય પટેલે 700 માર્ક્સ સાથે ઓલ ઈન્ડિયાનો 26મો રેન્ક મેળવ્યો છે. તો અક્ષિત ગૌરે પણ 700 માર્ક્સ સાથે ઓલ ઈન્ડિયા 30મો રેન્ક મેળવ્યો છે.
સૌરાષ્ટ્રમાંથી જામનગરના મિહિર પટેલએ 720માંથી 690 માર્ક્સ મેળવી પ્રથમ ક્રમ મેળવ્યો છે. જ્યારે બીજા નંબરે જામનગરની જ વિદ્યાર્થિની મિશ્વા રામાણીએ 681 માર્ક્સ પ્રાપ્ત કર્યા છે. જ્યારે રાજકોટમાં પ્રથમ ક્રમે 675 માર્ક્સ સાથે પ્રશિલ મકવાણા અને બીજા ક્રમે કેવલ ટાંકએ 673 માર્ક્સ પ્રાપ્ત કર્યા છે. ઉલ્લેખનીય છે કે જામનગરના મિહિર પટેલ ઓલ ઇન્ડિયામાં 114માં ક્રમે ઉતીર્ણ થયા છે. જ્યારે મિશ્વા રામાણી ઓલ ઈન્ડિયામાં 247માં ક્રમે ઉતીર્ણ થયા છે.
નીટ-યુજી 2026ની પરીક્ષામાં દેશમાં પંજાબના આર્યન ગુપ્તા અને હરિયાણાના પંશુલ બંસલે 715 માર્ક્સ સાથે ઓલ ઈન્ડિયા ટોપર બનવાનો ગૌરવ મેળવ્યો છે. આ વર્ષે પણ પરિણામમાં વિદ્યાર્થિનીઓનું પ્રદર્શન નોંધપાત્ર રહ્યું છે. કુલ ક્વોલિફાઈ થયેલા ઉમેદવારોમાં 58 ટકા વિદ્યાર્થિનીઓ છે, જે વિદ્યાર્થીઓની સરખામણીએ વધુ છે. આ વર્ષે 19 વિદ્યાર્થીઓએ 700થી વધુ માર્ક્સ મેળવ્યા છે. જ્યારે 138 વિદ્યાર્થીઓએ 690થી વધુ અને 1,492 વિદ્યાર્થીઓએ 650થી વધુ માર્ક્સ મેળવી સારું પ્રદર્શન કર્યું છે.

