Homeગુજરાતીઆમ જનતા પર મોંધવારીનો માર,ફરી એકવાર પેટ્રોલ-ડીઝલના ભાવમાં થયો વધારો

આમ જનતા પર મોંધવારીનો માર,ફરી એકવાર પેટ્રોલ-ડીઝલના ભાવમાં થયો વધારો

  • આમ જનતા પર મોંધવારીનો માર
  • ફરી મોંધુ થયું પેટ્રોલ-ડીઝલ
  • પેટ્રોલ-ડીઝલમાં 40-40 પૈસાનો વધારો

દિલ્હી:પેટ્રોલ અને ડીઝલના ભાવમાં છેલ્લા કેટલાક સમયથી સતત વધારો થઈ રહ્યો છે. આજે એકવાર ફરીથી ભાવ વધ્યા છે.જેના કારણે સામાન્ય જનતા પરેશાન બની છે.ઓઈલ કંપનીઓ દ્વારા પેટ્રોલ-ડીઝલના ભાવ જાહેર કરવામાં આવ્યા છે.

આજે તેલમાં પ્રતિ લીટર 40 પૈસાનો વધારો થયો છે.છેલ્લા બે સપ્તાહમાં આ 12 મી વખત વધારો છે.એટલે કે છેલ્લા 14 દિવસમાં માત્ર બે દિવસ જ ભાવ વધારો નથી થયો, નહીંતર પેટ્રોલ અને ડીઝલના આસમાને પહોંચી ગયા હોત.આ બે સપ્તાહમાં તેલ 8.40 રૂપિયા પ્રતિ લીટર મોંઘુ થયું છે.આજના વધારા બાદ દિલ્હીમાં પેટ્રોલનો ભાવ 103.81 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલનો ભાવ 95.07 રૂપિયા પર પહોંચી ગયો છે.

ઉલ્લેખનીય છે કે,4 નવેમ્બર 2021 થી 21 માર્ચ 2022 સુધી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ઘટાડો કે વધારો થયો ન હતો. ત્યારે 22 માર્ચથી પેટ્રોલ-ડીઝલ મોંઘુ થવા લાગ્યું છે.

સરકારના રાજકીય વિરોધીઓએ આરોપ લગાવ્યો હતો કે,મોદી સરકારે પાંચ રાજ્યોમાં ચૂંટણીને કારણે તેલ કંપનીઓને ભાવ વધારવાથી રોકી હતી.આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલની કિંમત 112 ડોલર પ્રતિ બેરલ પર પહોંચી ગયા બાદ ઓઈલ કંપનીઓએ રવિવારે ડીઝલના મોટા ખરીદદારો માટે 25 રૂપિયા પ્રતિ લિટરનો વધારો કર્યો હતો. ઓઈલ ડીલર્સનું કહેવું છે કે,છૂટક કિંમતમાં ધીમે ધીમે વધારો કરવામાં આવશે.

મધ્યપ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, તેલંગાણા, કર્ણાટક, ઓડિશા, જમ્મુ-કાશ્મીર અને લદ્દાખમાં પેટ્રોલની કિંમત 100 રૂપિયા ચાલી રહી છે.મુંબઈમાં પેટ્રોલનો ભાવ સૌથી વધુ છે.

પેટ્રોલ અને ડીઝલના ભાવ દરરોજ સવારે 6 વાગ્યે બદલાય છે. નવા દરો સવારે 6 વાગ્યાથી લાગુ થાય છે. પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં એક્સાઈઝ ડ્યુટી, ડીલર કમિશન અને અન્ય વસ્તુઓ ઉમેર્યા બાદ તેની કિંમત લગભગ બમણી થઈ જાય છે.

 

 

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular