1. Home
  2. ગુજરાતી
  3. G-20 સમિટ માટે દિલ્હીમાં સખ્ત સિક્યોરિટી બંદોબસ્ત, દિલ્હી પોલીસ ખાખીમાં નહી પરંતુ બ્લુ સૂટમાં જોવા મળશે
G-20 સમિટ માટે દિલ્હીમાં સખ્ત સિક્યોરિટી બંદોબસ્ત, દિલ્હી પોલીસ ખાખીમાં નહી પરંતુ બ્લુ  સૂટમાં જોવા મળશે

G-20 સમિટ માટે દિલ્હીમાં સખ્ત સિક્યોરિટી બંદોબસ્ત, દિલ્હી પોલીસ ખાખીમાં નહી પરંતુ બ્લુ સૂટમાં જોવા મળશે

0
Social Share

દિલ્હીઃ- ભારત આ વર્ષ દરમિયાન જી 20ની અધ્યક્ષતા કરી રહ્યું છે આ સંદર્ભે અનેક બેઠકો યોજાઈ ચૂકી છે અને આવનારી 9 10 સપ્ટેમ્બરના રોજ દિલ્હી ખાતે જી 20 સમિટ યોજાવા જઈ રહી છએ જેમાં વિદેશના મંત્રીઓ અને નેતાઓની ઉપસ્થિતિ જોવા મળેશે આ તમામ લોકોની સુરક્ષા પર ખાસ ધ્યાન આપવામાં આવતા અત્યારથી જ દિલ્હી પોલીસે ખાસ તૈયારીઓ કરી લીઘી છે.

દિલ્હીમાં યોજાનારી જી 20 સમિટને લઈને પોલીસ જવાનો મોટી સંખ્યામાં તૈનાત કરવામાં આવ્યા છે. પ્રાપ્ત જાણકારી પ્રમાણે  આ સમિટની સુરક્ષા 45 હજાર સૈનિકોના હાથમાં રહેશે. દિલ્હી પોલીસ, એનએસજી, કેન્દ્રીય દળોના જવાનો દિલ્હીના દરેક ખૂણા અને ખૂણા પર ચાંપતી નજર રાખી રહ્યા છે.જેથી કરીને કોઈ પણ અનઈચ્છનિય બનાવ ન બને.

દિલ્હીની સુરક્ષામાં 45 હજાર સૈનિકો તૈનાત કરવામાં આવશે, જેમાં દિલ્હી પોલીસ અને કેન્દ્રીય દળના જવાનો સામેલ છે. જો કે આ વખતે પોલીસ જવાનો પોતાની ખાખી વર્ઘીમાં જોવા મળશે નહી  આ જવાન તેમના યુનિફોર્મમાં નહીં પરંતુ બ્લુ કલરના સફારી સૂટમાં જોવા મળશે.

આ સહીત સમિટની જવાબદારીઓને સાત ડોમેન અને ક્ષેત્રોમાં વહેંચવામાં આવી છે. જેમાં એરપોર્ટ, સ્થળ, વિદેશી મહેમાનો માટે રહેઠાણ, રાજ ઘાટ, ટ્રાફિક, મોટર કેડે મેનેજમેન્ટ, આતંકવાદ વિરોધી પગલાં અને કાયદો અને વ્યવસ્થાનો સમાવેશ થાય છે.

આ બબાતને લઈને અધિકારીઓએ જણાવ્યું કે જી 20 સમિટની યોજના મહિનાઓથી તૈયાર કરવામાં આવી રહી છે. જેમાં અર્ધલશ્કરી દળનું મજબૂતીકરણ, રાષ્ટ્રીય સુરક્ષા ગાર્ડ, આતંકવાદીઓ સામે લડવાની તાલીમ, વીવીઆઈપીની સુરક્ષા અને લોકોને બચાવવાનો સમાવેશ થાય છે.અત્યારથી પોલીસને આ બબાતે સજ્જ કરવામાં આવી છે.

મળેલી માહિતી અનુસાર આ 45 હજાર કમાન્ડોમાં એવા જવાનોનો પણ સમાવેશ થાય છે જેમને હેલિકોપ્ટરને મારવાની તાલીમ આપવામાં આવી છે અને જેઓ ચોક્કસ ડ્રાઇવિંગ કુશળતા સાથે ખાનગી સુરક્ષા અધિકારીઓ તરીકે કામ કરશે.

નવી દિલ્હી જિલ્લામાં સીસીટીવી ફૂટેજ માટે બે કંટ્રોલ રૂમ બનાવવામાં આવ્યા છે. વિશેષ પોલીસ કમિશનરના જણાવ્યા પ્રમાણે “G20 સમિટ દરમિયાન સુરક્ષા માટે તૈનાત લગભગ અડધા કર્મચારીઓને કોઈપણ પરિસ્થિતિનો સામનો કરવા માટે તાલીમ આપવામાં આવી છે. 

દિલ્હી પોલીસ પાસે ઉપલબ્ધ માનવબળ આટલી મોટી ઘટનાને પહોંચી વળવા માટે પૂરતું ન હોવાથી, અમને સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સ અને નેશનલ સિક્યુરિટી ગાર્ડ્સ જેવી વિશેષ એજન્સીઓ તરફથી વધારાના કર્મચારીઓ પૂરા પાડવામાં આવ્યા છે.

tags:

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code