1. Home
  2. ગુજરાતી
  3. ‘કુછ કુછ હોતા હૈ’માં અંજલીનું પાત્ર ભજવનાર સના સઈદનો આજે જન્મદિવસ,જાણો તેના જન્મદિવસ પર જાણી-અજાણી કેટલીક વાતો
‘કુછ કુછ હોતા હૈ’માં અંજલીનું પાત્ર ભજવનાર સના સઈદનો આજે જન્મદિવસ,જાણો તેના જન્મદિવસ પર જાણી-અજાણી કેટલીક વાતો

‘કુછ કુછ હોતા હૈ’માં અંજલીનું પાત્ર ભજવનાર સના સઈદનો આજે જન્મદિવસ,જાણો તેના જન્મદિવસ પર જાણી-અજાણી કેટલીક વાતો

0
Social Share
  • અભિનેત્રી સના સઈદનો આજે જન્મદિવસ
  • ચાઈલ્ડ આર્ટીસ્ટ તરીકે કરિયરની કરી શરૂઆત
  • ‘કુછ કુછ હોતા હૈ’ માં ભજવ્યું હતું અંજલીનું પાત્ર

મુંબઈ :બોલિવૂડમાં કેટલાક સેલેબ્સ એવા છે જેને પોતાના એક્ટિંગ કરિયરની શરૂઆત ચાઈલ્ડ આર્ટીસ્ટ તરીકે કરી હતી અને પોતાની નિર્દોષતાથી દરેકનું દિલ જીતી લીધું હતું. શાહરુખ ખાનની ફિલ્મ ‘કુછ કુછ હોતા હૈ’ તમને બધાને યાદ હશે.આ ફિલ્મમાં શાહરૂખની દીકરી અંજલીનું પાત્ર સના સઇદે ભજવ્યું હતું. સના હવે મોટી થઈ ગઈ છે અને પોતાના ગ્લેમરસ લુકથી ચાહકોના દિલ જીતી રહી છે.

સનાએ ‘કુછ કુછ હોતા હૈ’ પછી ‘હર દિલ જો પ્યાર કરેગા’ અને ‘બાદલ’માં ચાઈલ્ડ આર્ટીસ્ટ તરીકે કામ કર્યું હતું.આજે સના પોતાનો 33 મો જન્મદિવસ ઉજવી રહી છે. તેનો જન્મ 22 સપ્ટેમ્બર 1988 ના રોજ મુંબઈમાં થયો હતો. આજે, સનાના જન્મદિવસે, અમે તમને તેના વિશે કેટલીક ખાસ વાતો જણાવીશું.

ટીવી સિરિયલોમાં કર્યું છે કામ  

સનાએ પોતાના એક્ટિંગ કરિયરમાં ઘણી ટીવી સિરિયલોમાં કામ કર્યું છે. તેને સપના બાબુલ કા .. બિદાઈ, બાબુલ કા અંગના છૂટે ના, લો હો ગયી પૂજા ઈસ ઘર કી જેવી ઘણી સિરિયલોમાં જોવા મળી છે. તે ટીવીની દુનિયામાં છવાઈ ગઈ હતી. તેણે ડેલી સોપ સાથે ઘણા રિયાલિટી શોમાં કામ કર્યું છે. તેણે ઝલક દિખલા, નચ બલિયે 7 અને ખતરોં કે ખિલાડી 7 માં ભાગ લીધો હતો.

મોટા પડદે કરી વાપસી  

ટીવી જગતમાં પોતાનો જાદુ ચલાવ્યા બાદ સનાએ ફરી મોટા પડદા પર વાપસી કરી.તેણે કરણ જોહરની ફિલ્મ સ્ટુડન્ટ ઓફ ધ યરથી ડેબ્યૂ કર્યું હતું. તે આ ફિલ્મમાં બોલ્ડ લુકમાં જોવા મળી હતી. આ ફિલ્મમાં સના સાથે સિદ્ધાર્થ મલ્હોત્રા, વરુણ ધવન અને આલિયા ભટ્ટ મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા.

 

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code