Site icon Revoi.in

ટોરેન્ટ ફાર્માએ નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫ના ચોથા ક્વાર્ટરના પરિણામો જાહેર કર્યા

Social Share

અમદાવાદ: ટોરેન્ટ ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડ (“કંપની”)એ આજે ૩૧ માર્ચ, ૨૦૨૫ના રોજ પૂરા થયેલા ચોથા ક્વાર્ટર અને વાર્ષિક નાણાકીય પરિણામોની જાહેરાત કરી છે. ટોરેન્ટ ફાર્માને નાણાકીય વર્ષ 2024-25ના ચોથા ક્વાર્ટરના પરિણામમાં ચોખ્ખા નફામાં 11 ટકાનો વધારો થયો છે. તેમજ અમન મહેતાની મેનેજિંગ ડિરેક્ટર કરીકે નિમણુંક કરાઈ છે.

આવક અને નફો:

*રૂપિયા ૧૭ કરોડના કુલ માર્જિન પર એક વખતની અસર માટે સમાયોજિત, ચાલુ EBITDA રૂપિયા ૯૮૧ કરોડ રહી, જે ગત વર્ષની તુલનામાં ૧૧ ટકા વધુ છે. જ્યારે ચાલુ EBITDA માર્જિન ૩૩. ટકા રહ્યું. લાઇસન્સ પ્રાપ્ત ઉત્પાદનો જે જે પેટન્ટમાંથી બહાર થઈ ગયા છેતેની NRV અથવા ખર્ચ બે માંથી જે ઓછું હોય તે મુજબ ઇન્વેન્ટરીના પુનઃમૂલ્યાંકન થવાને કારણે અસર પડી છે.  

પ્રદર્શન સારાંશ:

પરિણામ Q4 FY25 Q4 FY24 YoY

%

FY25 FY24 YoY

%

Rs cr % Rs cr % Rs cr % Rs cr %
આવક    ૨,૯૫૯     ૨,૭૪૫   ૮%  ૧૧,૫૧૬     ૧૦,૭૨૮   ૭%
કુલ નફો ૨,૨૨૮ ૭૫.૩% ૨,૦૬૬ ૭૫.૩% ૮% ૮,૭૪૦ ૭૫.૯% ૮,૦૪૨ ૭૫.૦% ૯%
Op EBITDA* ૯૬૪ ૩૨.૬% ૮૮૩ ૩૨.૨ ૯% ૩,૭૨૧ ૩૨.૩% ૩,૩૬૮ ૩૧.૪% ૧૦%
અસાધારણ વસ્તુ** (૨૪) -૦.૮% ૦.૦% (૨૪) -૦.૨% ૮૮ ૦.૮%
PAT^ ૪૯૮ ૧૬.૮% ૪૪૯ ૧૬.૪% ૧૧% ૧,૯૧૧ ૧૬.૬% ૧,૬૫૬ ૧૫.૪% ૧૫%
R&D ખર્ચ ૧૫૦ ૫.૧% ૧૩૯ ૫.૧% ૮% ૫૮૧ ૫.૦% ૫૨૭ ૪.૯% ૧૦%

 *અપવાદરૂપ વસ્તુઓ પહેલાં

** અપવાદરૂપ વસ્તુઓ પાછલા વર્ષોથી બાકી રહેલા DPCO મુકદ્દમાને બંધ કરવા સંબંધિત છે.

^ અપવાદરૂપ વસ્તુઓ માટે સમાયોજિત, નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫ ના PAT વૃદ્ધિ ૧૫% છે.

મેનેજિંગ ડિરેક્ટરની નિમણૂક:

કંપનીએ જણાવ્યું હતું કે, અમારા લાંબા ગાળાના વ્યૂહાત્મક દ્રષ્ટિકોણ અને ઉત્તરાધિકાર આયોજનના ભાગ રૂપે બોર્ડે મેનેજિંગ ડિરેક્ટર તરીકે અમન મહેતાની નિમણૂકને મંજૂરી આપી છે. અમન મહેતા ૧ ઓગસ્ટ ૨૦૨૫થી પોતાનો ચાર્જ સંભાળશે. આ નિમણૂક તમામ ભાગીદારોને સ્થાઈ પ્રતિનિધિત્વ આપવા અને  ભવિષ્ય માટે સક્ષમ મજબૂત નેતૃત્વ ટીમ તૈયાર કરવાની અમારી પ્રતિબદ્ધતા સાથે સુસંગત છે.

કંપનીએ વર્ષ દરમિયાન રૂ. ૫/- ની ફેસ વેલ્યુના ઇક્વિટી શેર દીઠ રૂ. ૨૬/- નું વચગાળાનું ડિવિડન્ડ વહેંચ્યું છે. વધુમાં, બોર્ડે (શેરધારકની મંજૂરીને આધીન) રૂ. ૬/- પ્રતિ શેર અંતિમ ડિવિડન્ડની ભલામણ કરી છે.

ભારત:

બ્રાઝિલ:

જર્મની:

અમેરિકા: