Site icon Revoi.in

નાણાકીય વર્ષ ૨૦૨૫ – ૨૬ ના બીજા ક્વોર્ટરમાં ટોરેન્ટ પાવરના નફામાં ૪૮ ટકાનો વધારો

Social Share

અમદાવાદ : ટોરેન્ટ પાવર લિમિટેડ (“કંપની”) એ આજે ​​૩૦ સપ્ટેમ્બર, ૨૦૨૫ ના રોજ પૂરા થયેલા ત્રિમાસિક અને છ માસિક નાણાકીય પરિણામોની જાહેરાત કરી.

આ ક્વોર્ટરમાં વર્ષ-દર-વર્ષના આધાર પર ₹ ૨૩૮ કરોડના ઊંચા TCIમાં મહત્વપૂર્ણ ભાગ ભજવનાર મુખ્ય કારણો નીચે મુજબ છે.

આ ક્વોર્ટર દરમિયાન થયેલ વિકાસ :

કંપનીને ₹5.829 પ્રતિ kWh ના ટેરિફ પર 1,600 મેગાવોટના કોલસા આધારિત પાવર પ્લાન્ટમાંથી લાંબા ગાળાના વીજળી પુરવઠા માટે MP પાવર મેનેજમેન્ટ કંપની લિમિટેડ તરફથી લેટર ઓફ એવોર્ડ મળ્યો. 

ઉત્તરપ્રદેશના માનનીય મુખ્યમંત્રી શ્રી યોગી આદિત્યનાથના વરદ્દ હસ્તે ગોરખપુરમાં ટોરેન્ટ ગ્રુપના પ્રથમ ગ્રીન હાઇડ્રોજન પ્લાન્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું, આ પ્લાન્ટ ટોરેન્ટ પાવર અને ટોરેન્ટ ગેસ દ્વારા વિકસાવવામાં આવ્યો છે, જેની વાર્ષિક ઉત્પાદન ક્ષમતા ૭૨ TPA છે. આ પ્રોજેક્ટ સીટી ગેસ ડિસ્ટ્રીબ્યુશન ક્ષેત્રમાં ભારતની સૌથી મોટી હાઇડ્રોજન-નેચરલ ગેસ મિશ્રણ પહેલ છે.