Site icon Revoi.in

સુરતના એરપોર્ટ પર 2.80 કરોડની કિંમતનો હાઈબ્રિડ ગાંજા સાથે પ્રવાસી પકડાયો

Social Share

સુરત, 10 મે 2026: Tourist caught with hybrid ganja worth Rs 2.80 crore  શહેરના એરપોર્ટ પર દિલ્હીથી સુરત આવેલા પ્રવાસીના લગેજના ચેકિંગ દરમિયાન રૂપિયા 2.80 કરોડની કિંમતનો 8.6 કિલો હાઈબ્રિજ ગાંજો મળી આવ્યો હતો. ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (DRI) દ્વારા ગુપ્ત માહિતીના આધારે એક મહત્વનું ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. દિલ્હીથી સુરત આવેલી ફ્લાઈટના પ્રવાસીઓના ચેકિંગ દરમિયાન એક પ્રવાસીની હીલચાલ શંકાસ્પદ લાગતા અને ડીઆરઆઈને પહેલાથી બાતમી મળી હોવાથી પ્રવાસીની તપાસ કરતા તેના લગેજમાંથી 8.6 કિલો હાઈબ્રિજ ગાંજો મળી આવ્યો હતો. જેની આંતરરાષ્ટ્રીય કિંમત 2.80 કરોડ જેવી થાય છે.

સુરતના એરપોર્ટ પર સવારે દિલ્હીથી આવેલી ફ્લાઈટ્સમાંથી ડીઆરઆઈના અધિકારીઓએ એક પ્રવાસીની જડતી લેતા તેના લગેજમાંથી અંદાજિત 8.600 કિલો હાઈબ્રિડ ગાંજો મળી આવ્યો હતો. આ પદાર્થ સામાન્ય ગાંજા કરતા વધુ ઘાતક અને મોંઘો હોવાનું જાણવા મળ્યું છે. આંતરરાષ્ટ્રીય બજારમાં આ જપ્ત કરાયેલા માદક પદાર્થની કિંમત અંદાજે ₹2.80 કરોડ જેટલી આંકવામાં આવી છે. અધિકારીઓએ તાત્કાલિક ધોરણે આ જથ્થો કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

સામાન્ય રીતે હાઈબ્રિડ ગાંજો કે અન્ય મોંઘા નશીલા પદાર્થો વિદેશથી આવતી ઇન્ટરનેશનલ ફ્લાઈટ્સ દ્વારા ભારતમાં લાવવામાં આવતા હોય છે. પરંતુ આ કિસ્સામાં દિલ્હી-સુરતની ડોમેસ્ટિક ફ્લાઈટમાંથી આટલો મોટો જથ્થો પકડાતા સુરક્ષા એજન્સીઓ પણ ચોંકી ઉઠી છે. હવે તપાસ એ દિશામાં ચાલી રહી છે કે આ જથ્થો દિલ્હીમાં ક્યાંથી આવ્યો અને સુરતમાં કોને પહોંચાડવાનો હતો.

DRI દ્વારા પકડાયેલા પ્રવાસીની અટકાયત કરીને તેની સઘન પૂછપરછ શરૂ કરવામાં આવી છે. આ ઓપરેશનમાં સુરત અને દિલ્હીના અન્ય ડ્રગ પેડલર્સની સંડોવણી હોવાની આશંકા સેવાઈ રહી છે. હાઈબ્રિડ ગાંજાના આ કેસમાં આગામી દિવસોમાં મોટા ખુલાસા થવાની અને ડ્રગ્સ નેટવર્ક સાથે જોડાયેલા અન્ય લોકોની ધરપકડ થવાની પૂરેપૂરી શક્યતા છે.

Exit mobile version