Site icon Revoi.in

ગાંધીનગરમાં કારના કાચ પર બ્લેક ફિલ્મ સામે ટ્રાફિક પોલીસની ડ્રાઈવ

Social Share

ગાંધીનગરઃ ગુજરાતમા તમામ શહેરોમાં કારમાં ફિલ્મ લગાવેલા કાળાકાચ તેમજ નંબર પ્લેટ ન હોય તેવા વાહનો સામે ટ્રાફિક પોલીસે ઝૂંબેશ શરૂ કરી છે. ત્યારે ગાંધીનગર શહેરમાં પણ ટ્રફિક પોલીસ દ્વારા ડ્રાઈવ શરૂ કરીને એક જ દિવસમાં 150 વાહનચાલકો પાસેથી 80 હજારનો દંડ વસુલવામાં આવ્યો હતો. આ ડ્રાઈવ દરમિયાન ટ્રાફિક પોલીસ દ્વારા કારના કાચ પરથી ફિલ્મ દુર કરવાની કામગીરી અઘરી બની ગઈ હતી. કારણ કે કાચ પરથી ફિલ્મ હટાવવામાં પોલીસનો સારોએવો સમય વેડફાતો હતો. અને આ કામગીરી કંટાળાજનક બની હતી.

ગાંધીનગર શહેરમાં  ટ્રાફિક પોલીસ દ્વારા સરકારી કચેરીઓના દ્વાર આગળ જ ડ્રાઇવ ચલાવવામાં આવી હતી. કાળા કાચ અને નંબર પ્લેટ વિનાના વાહન ચાલકોને દંડવામાં ફટકારવામાં આવ્યો હતો. ટ્રાફિક પોલીસે સતત બીજા દિવસે ડ્રાઈવ ચાલુ રાખી હતી. ત્યારે પોલીસને પણ કડવા અનુભવ થયા હતા. અધિકારીઓ ટ્રાફિક પોલીસને હુ અધિકારી છુ, હુ વિજીલન્સમાં છુ તેવી ઓળખ આપીને દંડમાંથી છૂટકારો મેળવવાના પ્રયાસો કરતા જોવા મળ્યા હતા. પોલીસે બીજા દિવસે 150થી વધારે વાહન ચાલકો પાસેથી 80 હજારનો દંડ વસુલ કરવામાં આવ્યો હતો.

રાજ્યના તમામ મહાનગરોમાં પોલીસ દ્વારા ટ્રાફિક ડ્રાઇવ ચલાવવામાં આવી રહી છે. ત્યારે રવિવારના દિવસને બાદ કરતા ગત શનિવાર, સોમવાર અને મંગળવારે ગાંધીનગર ટ્રાફિક પોલીસ દ્વારા શહેરમાં આવેલી સરકારી કચેરીઓમાં કાળા કાચ અને નંબર પ્લેટ વિના પ્રવેશતા વાહનો ઉપર તવાઇ બોલાવવામાં આવી હતી. સતત ત્રીજા દિવસે પોલીસે 150 કરતા વધારે વાહન ચાલકોને દંડ ફટકાર્યો હતો. કામગીરી દરમિયાન ટ્રાફિક પોલીસ ઉપર કેટલાક અધિકારીઓ રોફ જમાવતા જોવા મળ્યા હતા. જોકે ટ્રાફિક પોલીસે શરમ વિના કામગીરી કરી હતી. કેટલાક અધિકારીઓ પોતાનો હોદ્દો કહીને ડરાવવાનો પ્રયાસ કરતા હતા, તો કેટલાકે તો પોતે ક્યા ફરજ બજાવે તે પણ કહી દીધુ હતુ. ટ્રાફિક પોલીસ દ્વારા કાળા કાચ હટાવવામાં આવ્યા હતા અને તેમની પાસેથી દંડ પણ લેવામાં આવ્યો હતો.

ગાંધીનગર જિલ્લા પોલીસ વડાની કચેરી ખાતે જ ડાર્ક ફિલ્મ ધરાવતી કાર લઈને પહોંચેલા 25થી વધુ પોલીસ જવાનોની કારને તાળા મારીને દંડ વસૂલવામાં આવ્યો હતો. એક જ  દિવસમાં કુલ 150 થી વધુ વાહન ચાલકો પાસેથી 80 હજારનો દંડ લેવામાં આવ્યો હતો.