Homeગુજરાતીગુજરાતઉપલેટામાં સર્જાયો ગમખ્વાર અકસ્માતઃ કાર પલટી ખાઈ ગયા બાદ એક ભાગનું પતરા...

ઉપલેટામાં સર્જાયો ગમખ્વાર અકસ્માતઃ કાર પલટી ખાઈ ગયા બાદ એક ભાગનું પતરા ચીરાયું, બેના મોત

  • 3 વ્યક્તિઓને ગંભીર ઈજા
  • પોલીસની ટીમ સ્થળ પર પહોંચી

અમદાવાદઃ રાજકોટના ઉપલેટા નજીક એક વિચિત્ર અકસ્માત સર્જાયો હતો. પૂરઝડપે પસાર થતી કારનું ટાયર ફાટતા ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવ્યો હતો. જેથી કાર પલ્ટી ખાઈ ગઈ હતી. આ દૂર્ઘટનામાં એક યુવતી અને યુવકનું મોત થયું હતું. અકસ્માત એટલો ગંભીર હતો કે, આગળના ભાગના પતરુ પણ ચિરાઈ ગયું હતું. તેમજ મૃત્યુ પામનાર યુવક અને યુવતીની સગાઈ થઈ હતી અને નજીકના ભવિષ્યમાં જ તેમના લગ્ન થવાના હતા. આ અકસ્માતમાં કારમાં સવાર અન્ય ત્રણ વ્યક્તિઓને ઈજા થઈ હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર પોરબંદર હાઈવે તરફથી ઉપલેટા આવી રહેલી કારનું અચાનક ટાયર ફાટી ગયું હતું. ટાયર ફાટવાને કારણે કાર પલ્ટી મારી ગઈ હતી. અકસ્માતના પગલે કારમાં સવાર પાંચ લોકોની ચીસોથી વાતાવરણ ગમગીન થઈ ગયું હતું. આ દૂર્ઘટનામાં ભાવિ દંપતિનું મોત થયું હતું. જ્યારે 3 વ્યક્તિઓને ઈજા થઈ હતી. જેથી તેમને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવાયાં હતા. જે પૈકી બેની હાલત ગંભીર હોવાથી તેમને વધુ સારવાર અર્થે રાજકોટ ખસેડવામાં આવ્યાં હતા. આ બનાવની જાણ થતા જ પોલીસ અને 108ની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી. તેમજ બચાવ કામગીરી હાથ ધરી હતી. પોલીસે મૃતકોની ઓળખ મેળવવાની કવાયત શરૂ કરી હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે કારના એક ભાગના પતરા ચીરાઇ ગયા હતા. પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને તપાસ આરંભી છે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular