1. Home
  2. ગુજરાતી
  3. અક્ષય કુમારની ફિલ્મ ‘રક્ષાબંધન’નું ટ્રેલર થયું રિલીઝ
અક્ષય કુમારની ફિલ્મ ‘રક્ષાબંધન’નું ટ્રેલર થયું રિલીઝ

અક્ષય કુમારની ફિલ્મ ‘રક્ષાબંધન’નું ટ્રેલર થયું રિલીઝ

0
Social Share
  • ફિલ્મ ‘રક્ષાબંધન’નું ટ્રેલર રિલીઝ
  • 11 ઓગસ્ટના સિનેમાઘરોમાં રિલીઝ થશે ફિલ્મ
  • ભૂમિ પેડનેકર પણ મહત્વના રોલમાં  

મુંબઈ :અભિનેતા અક્ષય કુમાર તેની આગામી ફિલ્મ ‘રક્ષા બંધન’ સાથે ફરી એકવાર તેના દર્શકોનું મનોરંજન કરવા માટે તૈયાર છે. ‘બચ્ચન પાંડે’ અને ‘સમ્રાટ પૃથ્વીરાજ’ પછી અક્ષય કુમારની આ વર્ષની ત્રીજી ફિલ્મ છે.અક્ષય કુમારના ચાહકો તેની ફિલ્મ ‘રક્ષા બંધન’ને લઈને ખૂબ જ ઉત્સાહિત છે.ચાહકોના ઉત્સાહને વધારતા ફિલ્મ ‘રક્ષા બંધન’ના નિર્માતાઓએ મંગળવારે ફિલ્મનું પહેલું ટ્રેલર રિલીઝ કર્યું છે.આનંદ એલ રાય દ્વારા નિર્દેશિત આ ફિલ્મમાં ભૂમિ પેડનેકર પણ મહત્વના રોલમાં જોવા મળશે.ફિલ્મની વાર્તા ચાર બહેનો અને એક ભાઈની આસપાસ ફરે છે.તે એક પારિવારિક ફિલ્મ છે.ફિલ્મમાં ભાઈ-બહેનના મજબૂત સંબંધોને બતાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

અહીં જુઓ ટ્રેલર  

ફિલ્મની રિલીઝ ડેટ પણ જાહેર કરવામાં આવી છે.આ ફિલ્મ 11 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થશે.અગાઉ એવા અહેવાલ હતા કે,ફિલ્મ રક્ષા બંધન ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થશે,પરંતુ નિર્માતાઓએ આ અહેવાલોને સદંતર ફગાવી દીધા હતા.

જ્યારથી અક્ષય કુમારની આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયું છે ત્યારથી તેના ફેન્સ ખૂબ જ ખુશ દેખાઈ રહ્યા છે.ચાહકોને આશા છે કે,અક્ષયની છેલ્લી બે ફિલ્મોની સરખામણીમાં આ ફિલ્મ બોક્સ ઓફિસ પર મોટી હિટ સાબિત થશે.જોકે, અક્ષયની આ ફિલ્મ કેટલી અપેક્ષાઓ પર ખરી ઉતરે છે, તે તો તેની રિલીઝ પછી જ ખબર પડશે.

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code