Homeગુજરાતીઅભિનેતા વિકી કૌશલની મોસ્ટ અવોઈટેડ ફિલ્મ ‘સરદાર ઉધમ ’નું ટ્રેલર રિલીઝઃ  ઉધમસિંહના...

અભિનેતા વિકી કૌશલની મોસ્ટ અવોઈટેડ ફિલ્મ ‘સરદાર ઉધમ ’નું ટ્રેલર રિલીઝઃ  ઉધમસિંહના સાહસની કહાનિ 

 

  • વિકી કૌશલની ફિલ્મ સરદાર ઉધમનું ટ્રેલર રિલીઝ
  • સરદારના પાત્રની સાહસતા જોવા મળી એક્ટરમાં
  • લોકો કરી રહ્યા છે તેમની પ્રશંસા

મુંબઈઃ- બોલિવૂડ જગતમાં અનેક ફિલ્મો આવતી રહેતી હોય. છે જેમાં ઘણાી ફિલ્મૃ રિયલ હિરોના  જીવન પર આધારિત બનાવવામાં આવે છે જેના પાત્રમાં એક્ટરે ખરેખર ભળી જવું પડતું હોય છે ત્યારે હવે આવી જ એક ફિલ્મનું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે.

વિક્કી કૌશલની ફિલ્મ ‘સરદાર ઉધમ’ નું ટ્રેલર રિલીઝ  થયું છે. આ ટ્રેલરની સોશિયલ મીડિયામાં ચર્ચા જોવા મળે છે, યૂઝર્સ વિકાને તેમના જીવનું શ્રેષ્ઠ પ્રદર્શન ગણાવી રહ્યા છે. સરદાર ઉધમ સિંહ વિકી કૌશલની બહુપ્રતીક્ષિત ફિલ્મમાની એક છે. ટ્રેલરમાં તેના દેખાવ, અભિવ્યક્તિ અને અભિનયની પ્રશંસા થઈ રહી છે. ઉધમ સિંહના આયોજનથી માંડીને તેમણે ઐતિહાસિક ઘટના કેવી રીતે પાર પાડી, લગભગ 2 મિનિટના ટ્રેલરમાં આ ઝલક જોવા મળે છે.

વિક્કી કૌશલની ફિલ્મ ‘સરદાર ઉધમ સિંહ’ જાહેરાત બાદથી જ સમાચારોમાં છે. હવે એમેઝોન પ્રાઈમ વીડિયોએ તેનું ટ્રેલર રિલીઝ કર્યું છે. વિકી કૌશલ ફિલ્મમાં ક્રાંતિકારી ઉધમ સિંહની ભૂમિકા ભજવી રહ્યો છે. આ ફિલ્મમાં દર્શાવવામાં આવ્યું છે કે જલિયાંવાલા બાગ હત્યાકાંડનો બદલો લેવા ઉધમ સિંહે લંડનમાં માઈકલ ઓડવાયરને કેવી રીતે ગોળી મારી હતી.,

આ ફિલ્મનું નિર્દેશન શૂજિત સરકાર કરી રહ્યા છે અને ફિલ્મ 16 ઓક્ટોબરે રિલીઝ થશે. વિક્કી કૌશલે એક નિવેદનમાં કહ્યું, “સરદાર ઉધમ સિંહની વાર્તા મને રોમાંચિત અને પ્રેરિત કરે છે.

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments