Homeગુજરાતીટ્રીસા જોલી અને ગાયત્રી ગોપીચંદ BWF વર્લ્ડ બેડમિન્ટન ચેમ્પિયનશિપની મહિલા ડબલ્સની ક્વાર્ટર...

ટ્રીસા જોલી અને ગાયત્રી ગોપીચંદ BWF વર્લ્ડ બેડમિન્ટન ચેમ્પિયનશિપની મહિલા ડબલ્સની ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી

નવી દિલ્હી, 20 ઓગસ્ટ 2026: ટ્રીસા જોલી અને ગાયત્રી ગોપીચંદ નવી દિલ્હીમાં યોજાઈ રહેલી BWF બેડમિન્ટન વર્લ્ડ ચેમ્પિયનશિપની મહિલા ડબલ્સની ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી ગયાં છે. ભારતીય જોડીએ જાપાનની સાતમી ક્રમાંકિત જોડી, રિન ઇવાનાગા અને કી નાકાનિશીને સીધા સેટમાં 21-16, 21-12 થી હરાવ્યાં.

મેચ બાદ મીડિયા સાથે વાત કરતા ગાયત્રી અને ટ્રીસાએ જણાવ્યું હતું કે, તેમણે શરૂઆતના બે-ત્રણ પોઈન્ટ્સમાં જ પ્રતિસ્પર્ધીઓની રણનીતિ સમજી લીધી હતી. તેમણે સમજાવ્યું કે પ્રથમ ગેમના ઉત્તરાર્ધમાં તેમણે આક્રમક રમત અપનાવી હતી અને બીજી ગેમમાં પણ આ જ રણનીતિ જાળવી રાખી હતી, જે તેમના માટે ફાયદાકારક સાબિત થઈ.

પી.વી. સિંધુ સહિતના ભારતના અનેક દિગ્ગજ ખેલાડીઓ આજે તેમની પ્રી-ક્વાર્ટર ફાઈનલ મેચ રમશે. નવમી ક્રમાંકિત સિંધુનો મુકાબલો ચીનની ત્રીજી ક્રમાંકિત વાંગ ઝી યી સામે થશે. યુવા ખેલાડી આયુષ શેટ્ટી ઇન્ડોનેશિયાના 11મા ક્રમાંકિત અલ્વી ફરહાન સામે રમશે.

પુરુષોની ડબલ્સમાં, સાત્વિકસાઈરાજ રંકીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીની પાંચમી ક્રમાંકિત જોડી મલેશિયાના જુનાઈદી આરિફ અને રોય કિંગ યાપ સામે ટકરાશે. બીજી તરફ, મિક્સ્ડ ડબલ્સમાં ધ્રુવ કપિલા અને તનિષા ક્રાસ્ટોની જોડી ચીનના ગુઓ ઝિનવા અને ચેન ફાંગહુઈ સામે રમશે.

વધુ વાંચો: ભારત અને જાપાન વચ્ચે સંરક્ષણ ભાગીદારીને વધુ મજબૂત બનાવવા માટે સમજૂતી થઈ

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular