
દેશમાં રેમડેસિવીરના ઉત્પાદનમાં ત્રણ ગણો વધારોઃ મનસુખ માંડવિયા
- રેમડેસિવીરની માંગ વધતા સરકાર એલર્ટ
- દેશમાં રેમડેસિવીરના ઉત્પાદનમાં કર્યો વધારો
- રેમડેસિવીરના ઉત્પાદનમાં 3 ગણો વધારો
દિલ્લી: દેશમાં કોરોનાવાયરસ સામે ચાલી રહેલી લડાઈને ધ્યાનમાં રાખીને સરકાર તમામ પ્રયાસ કરી રહી છે ત્યારે હવે રેમડેસિવીરના ઉત્પાદનમાં પણ ધરખમ વધારો કરવામાં આવ્યો છે. કેન્દ્રીય રસાયણ અને ખાતર રાજ્ય મંત્રી મનસુખ માંડવિયાએ જણાવ્યું કે, દેશમાં રેમડેસિવીરના ઉત્પાદનમાં 3 ગણો વધારો થયો છે.
મનસુખ માંડવિયાએ વધુમાં જણાવ્યું હતું કે, દેશમાં રેમડેસિવીરનું ઉત્પાદન ઝડપભેર વધી રહ્યું છે. થોડા જ દિવસોમાં, ભારતે રેમડેસિવીરની ઉત્પાદન ક્ષમતા 3 ગણી પ્રાપ્ત કરી લીધી છે અને ટૂંક સમયમાં જ વધતી માંગને સંપન્ન કરવા માટે સક્ષમ બની જશે.
માંગમાં થઈ રહેલા વધારાની સ્થિતિમાં, 12 એપ્રિલ, 2021ના રોજ રેમડેસિવીરનું ઉત્પાદન કરતા પ્લાન્ટ્સની સંખ્યા 20 હતી તે 4 મે, 2021 સુધીમાં વધીને 57 પ્લાન્ટસ જેટલી થઈ ગઈ છે
ભારત સરકાર દ્વારા જે રીતે કોરોનાવાયરસ સામે લડાઈ લડવામાં આવી રહી છે તેને જોતા લાગે છે કે ભારત ફરી એકવાર કોરોનાવાયરસના સંક્રમણને કાબૂ કરવામાં સક્ષમ થઈ શકે છે. ભારત સરકાર દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી કરવામાં આવી રહી છે અને તમામ પ્રકારની શક્ય એટલી મદદ હોસ્પિટલોમાં પહોંચાડવામાં આવી રહી છે.