Site icon Revoi.in

તૃપ્તિ ડિમરીને મળી રહી છે ઘડાઘડ ફિલ્મો, જાણો આવનારી ફિલ્મો વિશે

Social Share

એનિમલની ભાભી 2 એટલે કે તૃપ્તિ ડિમરી નિર્દેશકોની ફેવરેટ થઈ ગઈ છે. અભિનેત્રીને એક પછી એક ફિલ્મો મળી રહી છે. તાજેતરમાં જ સાજિદ નડિયાદવાળા સાથે તેમની એક ફિલ્મ સાઇન થઈ છે.

• શાહિદ સાથે કરશે ફિલ્મ
નાડિયાદવાળા એન્ડ સન્સે 13 સપ્ટેમ્બરે અનટાઈટલ ફિલ્મની જાહેરાત કરી છે જેમાં શાહિદના વિરુદ્ધમાં લીડ રોલમાં તૃપ્તિને સ્થાન મળ્યું છે. વિશાલ ભારદ્વાજ મારફતે ફિલ્મનું દીગદર્શક થશે. ફિલ્મની રીલીઝ ડેટ હજી નક્કી નથી કરાઇ.

• વિકી ઔર વિધા કા વો વાલા વિડીયો
“વિકી ઔર વિધા કા વો વાલા વિડીયો” નું ટ્રેલર લોકોને ઘણું ગમી રહ્યું છે. જેમાં તૃપ્તિ રાજકુમાર રાવ, મલ્લિકા શેરાવત, વિજય રાજ અને અર્ચના પુરન સિહ સાથે કામ કરશે જે 11 ઓક્ટોમ્બર એ રીલીઝ થશે.

• ધડક 2
ધડક 2માં પણ તૃપ્તિ જોવા મળશે જે 22 નવેમ્બરના રોજ રીલીઝ થવાની છે.

• ભૂલ ભલૈયા 3
1 નવેમ્બરે રીલીઝ થવાવાળી ભૂલ ભલૈયા 3 મા પણ તૃપ્તિ દેખાશે જે એક હોરર કોમેડી ફિલ્મ છે. આ ફિલ્મમાં કાર્તિક આર્યન મેન રોલમા છે.

Exit mobile version