
બાંગ્લાદેશમાં ડ્રગ્સની ઘુસણખોરી માટે ત્રિપુરાનો કોરિડોર તરીકે ઉપર થઈ રહ્યો છેઃ સીએમ માણિક સાહા
અગરતલા: ત્રિપુરાનો ઉપયોગ મ્યાનમારથી બાંગ્લાદેશમાં ડ્રગ્સની દાણચોરી માટે કોરિડોર તરીકે કરવામાં આવી રહ્યો છે. તેમ મુખ્યમંત્રી માણિક સાહાએ કહ્યું હતું. ગુવાહાટીમાં ડ્રગની હેરાફેરી અને રાષ્ટ્રીય સુરક્ષા અંગેની ઉચ્ચસ્તરીય બેઠક બાદ પત્રકારોને માહિતી આપતાં સીએમ સાહાએ કહ્યું કે રાજ્યની સરહદો પર દેખરેખ વધારવા માટે પગલાં લેવામાં આવશે.
તેમણે કહ્યું કે, માદક દ્રવ્યોની દાણચોરી રોકવાના તમામ પ્રયાસો છતાં મ્યાનમારથી આસામ અને મિઝોરમ સાથેની ત્રિપુરાની સરહદ દ્વારા બાંગ્લાદેશમાં માદક દ્રવ્યો મોકલવામાં આવે છે. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહની અધ્યક્ષતામાં યોજાયેલી ઉચ્ચ સ્તરીય બેઠકમાં પૂર્વોત્તર રાજ્યોના મુખ્ય પ્રધાનો, મુખ્ય સચિવો અને ડીજીપીઓએ ભાગ લીધો હતો. આ પહેલીવાર છે જ્યારે કેન્દ્રીય ગૃહમંત્રીએ ડ્રગની હેરાફેરી પર પૂર્વોત્તરના મુખ્યમંત્રીઓ અને ડીજીપી સાથે બેઠક કરી હતી.