Site icon Revoi.in

થાનમાં સિરામિક ઉદ્યોગને અપાતા ગેસના ભાવમાં પ્રતિકિલો 46.06નો વધારો કરાતા મુશ્કેલી

Social Share

સુરેન્દ્રનગર, 29 માર્ચ 2026: Trouble as gas price hiked  ઈરાન સામે ઈઝરાઈલ અને અમેરિકાના યુદ્ધને લીધે ભારતમાં ઉદ્યોગોને અપાતા ગેસ સપ્લાયમાં કાપ મુકાયા બાદ ભાવમાં તોતિંગ વધારો કરાતા સુરેન્દ્રનગર જિલ્લાના થાનનો સિરામિક ઉદ્યોગ મુશ્કેલીમાં મુકાયો છે. ગેસ કંપની દ્વારા પ્રતિકિલોના ભાવમાં એકસાથે રૂ.46.06નો વધારો ઝીંકી દેવાતાં ઉદ્યોગકારો ઉપર રૂ.11.06 કરોડનો બોજો આવશે. પહેલા જે એક કિલો ગેસનો ભાવ જીએસટી વગર રૂ.41.40 હતો તે હવે રૂ.88એ પહોચી ગયો છે. આ સ્થિતિને કારણે ઘણા કારખાનાને તાળા લાગી ગયા છે.

થાનમાં સિરામિક ઉદ્યોગ અનેક લોકોને રાજગારી આપી રહ્યો છે. પણ ગેસના ભાવ વધારાએ સિરામિક ઉદ્યોગની કેડ ભાંગી નાંખી છે. ગેસ કંપની દ્વારા પ્રતિકિલોના ભાવમાં એકસાથે રૂ.46.06નો વધારો કરાયો છે. એટલે હવે જીએસટી સાથે આ ભાવ રૂ.95ની પાર કરી જશે. આ ભાવ વધારાના વિરોધમાં થાન સિરામિક એકમોના માલિકોએ તાકિદની બેઠક મળી હતી. થાનમાં સિરામીકના 280 થી વધુ કારખાના આવેલા છે. આ ઉધોગના વિકાસ માટે ગેસની સગવડતા આપવામાં આવતા ઉધોગકારોને રાહત થવાની આશા હતી.પરંતુ ગેસ કંપની દ્વારા ભાવમાં સતત વધારો કરવામાં આવી રહયો છે. જેને કારણે ઉધોગકારોની હાલત દિવસેને દિવસે કફોડી બની રહી છે. થાનના કારખાનામાં દરરોજ 2.80 લાખ કિલો ગેસની વપરાસ થાય છે.આ રૂ.46.6 ના ભાવ વધારાને કારણે ઉધોગ ઉપર 11.06 કરોડનો બોજો વધશે. હાલના સમયે ઘણા કારખાનાઓ તો હાલ બંધ હાલતમાં છે. અનેક મજુરોને છુટ્ટા કરી દેવામાં આવતા મજુરોએ પણ વતનની વાટ પકડી છે.ત્યારે હવે આ ઉધોગને કેવીરીતે બચાવવો તેના મનોમંથન માટે ઉધોગકારોની બેકઠ મળી હતી. નોંધનીય છે કે, અત્યારસુધીમાં જે ભાવવધારો રૂ.2થી રૂ.2.50 વચ્ચે થતો હતો તેમાં 13 ઘણો વધારો એકસાથે કરવામાં આવ્યો છે.

થાન સિરામિક ઉદ્યોગના એકમો એક પછી એક બંધ થઇ રહ્યા છે. ત્યારે આ ગેસના ભાવ વધારાને કારણે ઓછામાં ઓછી બે મહિના સુધી ફેકટરીઓ ચાલુ થાય તેવી શકયતા નથી.ગેસના ભાવમાં ઘટાડો કરવામાં આવે અથવા સબસિડી અપાય તો જ હવે આ ઉધોગ બચી શકે તેમ છે. થાન સિરામીક એકમમાં નાની મોટી કુલ 130 વસ્તુ બનાવાય છે. વનપીસ, ડમરૂ, એંગલો, સ્ટાર ગોલ્ડ સેટ, ગેંડી, ઓરીસ્સા,યુરોપીયન 30 ટકા મોંધી થશે. આમ ઉદ્યોગકારોની સાથે સાથે આમ જનતા ઉપર પણ આ ગેસના ભાવ વધારાની અસર જોવા મળશે.

Exit mobile version