
શું તમે ક્યારેય ‘ભગત મૂઠીયા’નું શાક ખાધુ છે, જો નહી તો, આ રીતે ટ્રાય કરો ચણાની દાળના વડામાંથી બનતું આ ટેસ્ટી શાક
સાહિન મુલતાની-
- વડા બનાવવા માટેની સામગ્રી
- 1 કપ- ચણાની દાળ
- 2 ચમચી – લસણની પેસ્ટ
- 2 ચમચી – લીલા મરચાની પેસ્ટ
- 1 ચમચી – આદુની પેસ્ટ
- સ્વાદ પ્રમાણે – મીઠું
- જરુર પ્રમાણે – લીલા ઘાણા
- 2 ચપટી – ભજીયાનો ખારો
વડા બનાવવાની રીતઃ- હવે સૌ પ્રથમ ચણાની દાળને 4 થી 6 કલાક સુધી પાણઈમાં પલાળી રાખો, ત્યારે બાદ મિક્સરમાં આ દાળને બરાબર ક્રશ કરીલો, હવે આ દાળની પેસ્ટમાં આદુ,લસણ અને મરચાની પેસ્ટ એડ કરો, હવે તેમાં મીઠૂં અને લીલાઘાણા તથા સોડાખાર એડ કરીને બરાબર મિક્સ કરીલો, હવે એક કઢાઈમાં તેલ ગરમ થવાદો, તેલ ગરમ થયા બાદ આ મિશ્રણમાંથી નાની નાની સાઈઝના એક સરખા વડા બ્રાઉન થાય ત્યા સુધી તેલમાં તળી લો,
- વડાનું શાક બનાવવાની સામગ્રી
- 2 નંગ – ડુંગળી (જીણી જીણી સમારેલી)
- 2 નંગ- ટામેટા ( મિક્સરમાં ક્રશ કરીને પેસ્ટ બનાવી લેવી)
- 2 ચમચી- આદુ-લસણની પેસ્ટ
- 2 ચમચી – લીલા મરમાચી પેસ્ટ
- અડધી ચમચી – સબજીનો ગરમ મસાલો
- 4 ચમચી – લીલા ઘણા( જીણા સમાલેરા)
- 2 ચમચી – લાલ કાશ્મીરી મરચાનો પાવડર
- અડધી ચમચી – હરદળ
- સ્વાદ પ્રમાણે – મીઠૂં
- 2 ચમચા – તેલ
- 1 ચમચી – જીરુ
- 2 ચમચી – મોરુ દહીં
ભગત મૂઠીયાનું શાક બનાવવાની રીતઃ- સૌ પ્રથમ એક કઢાઈ કે પેનમાં તેલ ગરમ થવાદો, ત્યાર બાદ તેમાં જીરુ અને કાંદા સાતળો, કાંદા બ્રાઉન થાય એટલે તેમાં ટામેટાની પેસ્ટ ઉમેરીને તેલ છૂટૂ પડે ત્યા સુધી બરાબર સાતંળી લો, હવે આ ગ્રેવીમાં આદુ-લસણની પેસ્ટ, લીલા મરમાચી પેસ્ટ,લાલ કાશ્મીરી મરચાનો પાવડર, મીઠૂં, હરદળ ઉમેરીને 2 મિનિટ સુધી બરાબર ચમચા વડે ફેરવતા રહો, હવે તેમાં 2 ચમચી દહી એડ કરીને તરત જ રેડી કરેલા વડા ઉમેરીને ચમચા વડે 2 મિનિટ સુધી વડા પર સમાલો ચોંટે ત્યા સુધી ફેરવતા જ રહો. હવે 2 મિનિટ બાદ તેમાં અડધો ગ્લાસ પાણી નાખીને આ શાકને 6 થી 8 મિનિટ ગેસ પર ઘીમી ફ્લેમ પર જ થવાદો, હવે તેમાં ગરમ મસાલો એડ કરીને મિક્સ કરીલો, ત્યાર બાદ ગેસ બંધ કરી કઢાઈ ઉતારી લો અને લીલા ઘાણા વડે ભગત મૂઠીયાના શાકને ગાર્નિશ કરો.
આ શાક તમે પરાઠા, રોટી કે બ્રેડ સાથે ખાી શકો છો, થોડી મહેનત લાગશે પરંતુ ઘરની જ સામગ્રીમાંથી આ શાક બને છે, અને જ્યારે શાકભાજીનો અભાવ હોય ત્યારે આ શાક બનાવવું બેસ્ટ છે, તમને સ્વાદમાં પણ ચેન્જ મળશે અને સરળતાથી ઘરની વસ્તુમાંથી બની પણ જશે