Site icon Revoi.in

પાળિયાદ-રાણપુર હાઈવે પર પૂર ઝડપે કારે બાઈકને ટક્કર મારતા બેના મોત

Social Share

બોટાદ, 28 એપ્રિલ 2026: Two killed as car hits bike  જિલ્લાના પાળિયાદ-રાણપુર હાઈ-વે પર બાબરકોટ ગામ પાસે રોંગ સાઈડમાં પૂર ઝડપે આવેલી કારે બાઈકને અડફેટે લેતા બાઈકસવાર બે લોકોના મોત નિપજ્યા હતા. જ્યારે એક બાળક સહિત બે લોકોને ઈજા પહોંચી છે. બનાવ અંગે પાળિયાદ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે, બોટાદ તાલુકાના પીપરડી ગામે રહેતા ભાઈલાલભાઈ પ્રભુભાઈ કાનેટિયાના મામાના દીકરા ચમનભાઈ ગઢીયાના દીકરા વિમલભાઈના પત્નિ રાધીકાબેન તથા દીકરા લક્ષને તાવ આવતો હોય જેથી ભાઈલાલભાઈનો દીકરો અમીતતભાઈ (ઉ.વ.27)નો તેમજ ભાઈલાલભાઈના મામાના દીકરા ચમનભાઈ ગઢીયાના પત્નિ જશુબેન (ઉ.વ.47) મોટર સાયકલ નં. જીજે-04-સીએચ-3477 લઈને પાળીયાદ દવાખાને બતાવવા માટે જતા હતા. તે વખતે રાણપુર-પાળીયાદ હાઈ-વે રોડ ઉપર બાબરકોટ ગામ નજીક વળાંકમાં પહોંચતા પાળીયાદ તરફથી કાર નં.જીજે-33-બી-9989ના ચાલકે પોતાના વાહન પુરપાટ ઝડપે અને ગફલત ભરી ચલાવી મોટર સાયકલ સાથે અથડાવી દેતા ભાઈલાલભાઈના દીકરા અમીતભાઈને ચહેરા ઉપર તથા માથામાં ઈજા તેમજ સાથળ, કમર, અને ગુપ્ત ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી. તેમજ રાધીકાબેન, નાનકડા એવા લક્ષ અને જસુબેન ચમનભાઇ ગઠીયા (ઉ.વ.47)ને ઇજા થતા સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં અમિતભાઈ અને જસુબેનનું મોત નિપજ્યું હતું. આ બનાવ સંદર્ભે ભાઈલાલભાઈએ કાર ચાલક વિરૃધ્ધ પાળીયાદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Exit mobile version