Site icon Revoi.in

ડેસર નજીક ગેરકાયદે રેતી ખનન દરમિયાન ભેખડ ધસી પડતા બે શ્રમિકોના મોત

Social Share

વડોદરા, 24 મે, 2026 : Two workers die in cliff collapse during illegal sand mining  જિલ્લાના ડેસર તાલુકામાં તંત્રની મીઠી નજર તળે બોરોકટોક રેતીનું ખનન ચાલી રહ્યું છે. ત્યારે મોડી રાત્રે રેતીના ખનન દરમિયાન માટીની ભેખડ ધસી પડતા હિટાચી મશીનના ઓપરેટર અને ટ્રક કંડક્ટર સહિત બે કામદારોના માટી નીચે દટાઈ જતાં મોત નીપજ્યા હતા. આ બનાવની જાણ થતાં પોલીસ કાફલો દોડી આવ્યો હતો. કામદારોના બંને મૃતદેહોને ડેસર સિવિલ હોસ્પિટલ (CHC) ખાતે પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા છે.

આ બનાવની વિગત એવી છે. કે, વડોદરાના ડેસરમાં મધરાત બાદ  હીટાચી મશીનથી રેતીના ખનનનું કામગીરી ચાલતી હતી. ત્યારે મોડી રાત્રે રેતીના ખનન દરમિયાન માટીની ભેખડ ધસી પડતા હિટાચી મશીનના ઓપરેટર અને ટ્રક કંડક્ટર સહિત બે કામદારોના માટી નીચે દટાઈ જતાં મોત નીપજ્યા હતા. આ અકસ્માત બાદ ખનન સાથે સંકળાયેલા લોકો ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા છે. સ્થાનિકોમાં રોષ છે કે અહીંયા વર્ષોથી ગેરકાયદેસર રેતી ખનનની કામગીરી કરવામાં આવી રહી હતી. તે દરમિયાન અચાનક માટીની ભેખડ ધસી પડી હતી. જેમા લોકો દટાઈ જતા બંનેના મોત થયા છે. આ મામલાને લઈને ખનન માફિયાઓ દ્વારા આખી ઘટનાને દબાવી દેવાના પ્રયાસો થઈ રહ્યા હોવાનો ગ્રામજનોએ આક્ષેપ કર્યો હતો.

ડેસર પોલીસ દ્વારા હાલમાં બંને મૃતદેહોને ડેસર સિવિલ હોસ્પિટલ (CHC) ખાતે પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા છે. પોલીસે ઘટના સ્થળે પહોચીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. આ રેતી ખનન કરનારા સામે હવે તંત્ર શું કાર્યવાહી કરશે તે જોવું રહ્યું. આ ઘટનાએ વિસ્તારમાં ભારે ચકચાર જગાવી છે. અને વહીવટી તંત્રની કાર્યવાહીની માગ ઊઠી છે.

Exit mobile version