Site icon Revoi.in

કેન્દ્રીય નાણામંત્રીએ જાહેર ક્ષેત્રની બેંકોની કામગીરીની સમીક્ષા કરી

Social Share

નવી દિલ્હીઃ કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે, નવી દિલ્હીમાં જાહેર ક્ષેત્રની બેંકો (પીએસબી) ની સમીક્ષા બેઠક યોજી હતી. નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં, પીએસબી ના વડાઓ સાથે નાણાં મંત્રાલયના સચિવો અને વરિષ્ઠ અધિકારીઓએ હાજરી આપી હતી.

નાણા મંત્રાલયે એક્સ પોસ્ટ પર જારી કરેલા નિવેદનમાં જણાવ્યું હતું કે, કેન્દ્રીય નાણા પ્રધાન નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં જાહેર ક્ષેત્રના બેંકોના વડાઓની સમીક્ષા બેઠક યોજાઈ હતી, આ બેઠક દરમિયાન જાહેર ક્ષેત્રની બેંકોની કામગીરીની વિવિધ માપદંડો પર સમીક્ષા કરવામાં આવી હતી.

મંત્રાલયના જણાવ્યા અનુસાર, બેઠકમાં જાહેર ક્ષેત્રની બેંકોના મેનેજિંગ ડિરેક્ટર્સ (એમડી) અને મુખ્ય કાર્યકારી અધિકારીઓ (સીઈઓ) અને નવા સચિવ એમ. નાગરાજુ અને નાણાકીય સેવાઓ વિભાગ (ડીએફએસ) ના સચિવ ડૉ. વિવેક જોશીએ હાજરી આપી હતી. નાણાકીય સેવાઓ વિભાગના અન્ય સભ્યોએ પણ ભાગ લીધો હતો.

#NirmalaSitharaman#PublicSectorBanks#BankingReview#FinanceMinistry#EconomicPolicy#BankPerformance#FinancialServices#PSBReviewMeeting#BankingSector#IndianEconomy#GovernmentMeeting#FinancialOversight#BankingUpdates#MDsAndCEOs#DFSSecy

Exit mobile version