Site icon Revoi.in

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે, નક્સલવાદીઓને શસ્ત્રો છોડીને સમાજના મુખ્ય પ્રવાહમાં જોડાવાની અપીલ કરી

Social Share

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે, નક્સલવાદીઓને શસ્ત્રો છોડીને સમાજના મુખ્ય પ્રવાહમાં જોડાવાની અપીલ કરી. આજે છત્તીસગઢના જગદલપુરમાં બસ્તર દશેરા લોકોત્સવ કાર્યક્રમને સંબોધતા શાહે, આગામી વર્ષે 31 માર્ચ સુધીમાં દેશને નક્સલવાદી સમસ્યાથી મુક્ત કરવાના કેન્દ્ર સરકારના સંકલ્પનો પુનરોચ્ચાર કરતા કહ્યું કે, નક્સલવાદની સમસ્યાને કારણે બસ્તર વિકાસથી વંચિત રહ્યું છે.

કેન્દ્રીય ગૃહમંત્રીએ આજે જગદલપુરમાં બસ્તર દશેરા લોક મહોત્સવ પ્રસંગે મુખ્યમંત્રી ગ્રામીણ બસ સેવા યોજનાનો પ્રારંભ કર્યો હતો. તેમજ છત્તીસગઢ સરકારની મહાતારી વંદન યોજનાના વીસમા હપ્તામાં સિત્તેર લાખ મહિલાઓના ખાતામાં છસો કરોડ રૂપિયાથી વધુ ટ્રાન્સફર કર્યા.

Exit mobile version