
કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર ગુજરાતની મુલાકાતે, સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ભારતના રમત-ગમત મંત્રીઓ સાથે બેઠક
અમદાવાદઃ કેન્દ્રિયમંત્રી અનુરાગ ઠાકુર બે દિવસ ગુજરાત પ્રવાસે છે. સ્ટેચ્યુ ઓફ યુનિટિ ખાતે ભારતના રમત ગમતના મંત્રી સાથે બે દિવસ બેઠકમાં ભાગ લેવા આવ્યા છે. આજે અમદાવાદ એરપોર્ટે ખાતે ગૃહમંત્રી હર્ષભાઇ સંઘવી,પ્રદેશના મીડિયા કન્વીનીર ડો.યજ્ઞેશ દવે તેમજ પ્રદેશના હોદેદારો દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
તેમણે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારમાં દેશમાં ખેલ અને રેલનો વિકાસ થયો છે. રમતગમત ક્ષેત્રે ભારતે ટોકિયો ઓલમ્પિકમા સારુ પ્રદર્શન કર્યુ છે. વડાપ્રઘાન નરેન્દ્રઇ મોદીના માર્ગદર્શનમાં રમતજગત ક્ષેત્રે ખેલાડીઓને વધુ સારી સુવિઘા આપવા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે અને દરેક રમતોમાં ખેલાડીઓને પ્રોત્સાહન કરવામાં આવી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી રમતવીરો સાથે વાતચિત પણ કરે છે અને વધુ સારી સુવિધા ખેલાડીઓને કેવી રીતે અપાય તેની ચિંતા કરે છે.
તેમણે વધુમાં કહ્યું કે, ગુજરાતમાં સ્ટેચ્યુ ઓફ યુનિટિ ન માત્ર ગુજરાતમાં પરંતુ ભારતમાં એક આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. જે સરદાર પટેલ આખા દેશને એક રાખવાનું કામ કર્યુ તેમની સૌથી મોટી પ્રતિમાં ગુજરાતમાં બનાવવામાં આવી છે.