Site icon Revoi.in

પુરી-ગાંધીધામ એક્સપ્રેસ ટ્રેનમાંથી 56.95 લાખનો બિનવારસી ગાંજો પકડાયો

Social Share

વડોદરા, 3 જુન, 2026 : Unlicensed marijuana worth Rs 56.95 lakh seized શહેરના રેલવે સ્ટેશન પર આવેલી ટ્રેન નં.22974 પુરી-ગાંધીધામ એકસપ્રેસના દિવ્યાંગ કોચના સંડાસ-બાથરૂમના છતમાં છુપાવેલો 113.900 કિ.ગ્રા. કિં.રૂા.56,95,000નો ગાંજો બિનવારસી હાલતમાં એસ.ઓ.જી. પશ્ચિમ રેલવે પોલીસ દ્વારા ઝડપી લેવામાં આવ્યો હતો.

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ પશ્ચિમ રેલવે દ્વારા “MISSION SAFE STATION” અંતર્ગત અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. અને રેલવે પોલીસને પરપ્રાંતમાંથી આવતી ટ્રેનોમાં ડ્રગ્સની હેરાફેરી સદંતર નેસ્ત-નાબુદ કરવા અંગેની ખાસ સુચનાઓ આપવામાં આવી છે. પશ્વિમ રેલવે એસ.ઓ.જી. પોલીસ  ટ્રેન નં.22974 પુરી-ગાંધીધામ એકસપ્રેસમાં એ.ટી.એસ. ચાર્ટરને લગતી કામગીરી અંગે ચેકીંગ કરતા વડોદરા આવી રહ્યા હતા. દરમિયાન ટ્રેન કલાક 23:55 વાગે વડોદરા રેલવે સ્ટેશન પ્લેટફોર્મ.નં.6 ઉપર આવી ઉભી રહી હતી ત્યારે એસ.ઓ.જી.પશ્ચિમ રેલવેનો સ્ટાફે કોચના દિવ્યાંગ કોચમાં ચેકીંગ કરતા કોચના સંડાસ-બાથરૂમની છતની પ્લાય તુટેલી હાલતમાં હોય તે તપાસતા છતની અંદર મોટી સાઇઝના પાંચ વજનદાર થેલાઓ તથા એક મીણીયો વજનદાર કોથળો બિનવારસી હાલતમાં મળી આવ્યો હતો. જે અંગે તપાસ કરતા કુલ 113.900 કિ.ગ્રા. ગાંજો કુલ કિંમત રૂા.56,95,000નો મુદ્દામાલ કબજે કરી વડોદરા રેલ્વે પો. સ્ટે. ખાતે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

Exit mobile version