
UP વિધાનસભા ચૂંટણીઃ અખિલેશ યાદવને યાદ આવ્યા હિન્દુ, પોતાને ભાજપ કરતા પણ મોટા હિન્દુ ગણાવ્યાં
લખનૌઃઉત્તરપ્રદેશમાં આવતા વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. ભાજપ અત્યારથી જ રામ મંદિર સહિતના મુદ્દા ઉપર અત્યારથી જ જોરશોરથી પ્રચાર કરી રહી છે. બીજી તરફ સમાજવાદી પાર્ટીએ પણ કોરોના અને રામ મંદિર જમીન વિવાદને લઈને સીએમ યોગી ઉપર પ્રહાર કરવામાં આવી રહ્યાં છે. દરમિયાન સપાના અધ્યક્ષ અખિલેશ યાદવે ભાજપની સામે સોફ્ટ હિન્દુત્વની રાજનીતિ શરૂ કરી છે. તેમણે કહ્યું હતું કે, નેતાજી મુલાયમસિંહ યાદવ હનુમાનજીના જૂના ભક્ત છે. તેમજ પોતાને ભાજપ કરતા મોટા હિન્દુ ગણાવ્યાં હતા.
અખિલેશ યાદવે એક કાર્યક્રમમાં જણાવ્યું હતું કે, અમે ભાજપવાળા કરતા મોટા હિન્દુ છીએ. તેમની જે પરિભાષા હિન્દુવાળી છે તે અમારે નથી જોઈતી. જે નફરત ફેલાવતી હોય અને સમાજને બે ભાગમાં વેચતી હોય. સૈફઈમાં આવીને ભગવાનની થતી પૂજા જોવી જોઈએ. નેતાજી હનુમાનજીની વર્ષોથી પૂજા કરે છે. અમારો જન્મ પહેલાના અમારા મંદિરો છે. અમે તો હિન્દુ નથી, માત્ર ભાજપા જ હિન્દુ છે. આ વખતે ઉત્તરપ્રદેશની જનતાએ ભાજપને હરાવવાનું મન બનાવી લીધું છે.
દરમિયાન ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે જણાવ્યું હતું કે, રામ મંદિરના નિર્માણનું કામ અમારા શાસનમાં શરૂ કરાયું છે. અખિલેશના અબ્બાઝાન કહેતા હતા કે, અમે પરિંદા પણ નહીં માનવા દઈએ. આ લોકો પહેલા રામ મંદિરની વાત સ્વિકારતા ન હતા અને રામ ભક્તો ઉપર ગોળીઓ ચલાવાઈ હતી. અખિલેશ યાદવે 400 બેઠકો ઉપર જીતના કરેલા દાવા અંગે સીએમ યોગીએ કહ્યું હતું કે, મને આશ્ચર્ય થાય છે કે તેમણે 500 કેમ ના કહીં. જ્યારે બોલવું જ હોય તો કંઈ પણ બોલી નાખવાનું. રાજ્યની જનતા તેમના તમામ કારનામા જાણે છે. પરંતુ સ્વપ્ન દેખવાનો તેમનો અધિકાર છે.