1. Home
  2. ગુજરાતી
  3. UPSC સિવિલ સર્વિસ 2025 નું પરિણામ જાહેર, 958 ઉમેદવારો સફળ
UPSC સિવિલ સર્વિસ 2025 નું પરિણામ જાહેર, 958 ઉમેદવારો સફળ

UPSC સિવિલ સર્વિસ 2025 નું પરિણામ જાહેર, 958 ઉમેદવારો સફળ

0
Social Share

નવી દિલ્હી, 6 માર્ચ 2026: સંઘ લોક સેવા આયોગ (યુપીએસસી) દ્વારા સિવિલ સર્વિસ પરીક્ષા 2025નું અંતિમ પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. પ્રતિષ્ઠિત ગણાતી આ પરીક્ષામાં અનુજ અગ્નિહોત્રીએ સમગ્ર દેશમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરીને સિદ્ધિ મેળવી છે. અનુજ બાદ રાજેશ્વરી સુવે એમ અને આકાંશ ધુલે અનુક્રમે બીજો અને ત્રીજો ક્રમ મેળવ્યો છે. આયોગ દ્વારા જાહેર કરાયેલી યાદી મુજબ કુલ 958 ઉમેદવારોની વિવિધ કેન્દ્રીય સેવાઓ માટે ભલામણ કરવામાં આવી છે.

પરીક્ષાના ટોપ-10માં સ્થાન મેળવનાર ઉમેદવારોમાં અનુજ, રાજેશ્વરી અને આકાંશ ઉપરાંત રાઘવ ઝુનઝુનવાલા, ઈશાન ભટનાગર, જીનિયા અરોરા, એ.આર. રાજા મોહદ્દીન, પક્ષલ સેક્રેટરી, આસ્થા જૈન અને ઉજ્જવલ પ્રિયાંકનો સમાવેશ થાય છે. આ વર્ષે કુલ 180 ઉમેદવારોની ભારતીય વહીવટી સેવા (આઈએએસ) માટે પસંદગી કરવામાં આવી છે.

યુપીએસસી દ્વારા જાહેર કરાયેલી વિગતો અનુસાર, 958 સફળ ઉમેદવારોમાંથી આઈએએસ માટે 180, આઈએફએસ માટે 55 અને આઈપીએસ માટે 150 ઉમેદવારોની પસંદગી કરાઈ છે. બાકીના ઉમેદવારોની પસંદગી સેન્ટ્રલ સિવિલ સર્વિસ (ગ્રુપ-એ અને ગ્રુપ-બી) માટે કરવામાં આવી છે. આઈએએસ માટે ફાળવવામાં આવેલી 180 બેઠકોમાં 74 સામાન્ય વર્ગ, 28 અનુસૂચિત જાતિ, 13 અનુસૂચિત જનજાતિ, 47 ઓબીસી અને 17 ઈડબલ્યુએસ (EWS) વર્ગના ઉમેદવારોનો સમાવેશ થાય છે. આયોગે એ પણ સ્પષ્ટ કર્યું છે કે 348 ઉમેદવારોની પાત્રતા હાલમાં ‘પ્રોવિઝનલ’ રાખવામાં આવી છે.

સિવિલ સર્વિસની આ લાંબી પ્રક્રિયા ગયા વર્ષે 25 મેના રોજ લેવાયેલી પ્રારંભિક પરીક્ષાથી શરૂ થઈ હતી. ત્યારબાદ 22 થી 31 ઓગસ્ટ, 2025 દરમિયાન મુખ્ય પરીક્ષા યોજાઈ હતી. મુખ્ય પરીક્ષામાં સફળ થયેલા 2736 વિદ્યાર્થીઓને ઇન્ટરવ્યુ (પર્સનાલિટી ટેસ્ટ) માટે બોલાવવામાં આવ્યા હતા, જે 5 જાન્યુઆરીથી શરૂ થઈને 27 ફેબ્રુઆરી, 2026ના રોજ પૂર્ણ થયા હતા.

આ પણ વાંચોઃ ઔદ્યોગિક સુરક્ષામાં CISF ની ભૂમિકા અત્યંત મહત્વનીઃ અમિત શાહ

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code