in , ,

અમેરિકા : ન્યૂયોર્કની ક્લબમાં ફાયરિંગ, 4 લોકોના મોત, 3 ઘાયલ

અમેરિકાના ન્યૂયોર્ક શહેરમાં શનિવારે ફાયરિંગ થયું છે, જેમાં ચાર લોકોના મોત નીપજ્યા છે. આ ફાયરિંગમાં ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા છે.

ન્યૂયોર્ક સિટી પોલીસે કહ્યું છે કે આ ગોળીબાર ન્યૂયોર્કના બ્રુકલીન ખાતે 74 યુટિકા એવન્યુમાં થયો છે.

ન્યૂયોર્ક ટાઈમ્સના અહેવાલ પ્રમાણે, વહેલી સવારે બ્રુકલીન ખાતે ફાયરિંગ થયું હતું. આ ફાયરિંગ પાછળનો હેતુ પ્રારંભિક તબક્કામાં સ્પષ્ટ થયો નથી.

ન્યૂયોર્ક પોલીસ ડિપાર્ટમેન્ટના પ્રવક્તાએ સ્પષ્ટતા કરી છે કે ચાર લોકોએ જીવ ગુમાવ્યા છે, જ્યારે અન્ય ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા છે. સ્થાનિક અહેવાલોમાં માનવામાં આવે છે કે ખાનગી સોશયલ ક્લબ ખાતે ફાયરિંગ થયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

8 નવેમ્બરે કરતારપુર કોરિડોરનું ઉદઘાટન કરશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી

BPSLની વિરુદ્ધ ઈડીની મોટી કાર્યવાહી, 4025 કરોડ રૂપિયાની મિલ્કતો જપ્ત