વોશિંગ્ટન, 26 ઓગસ્ટ 2026: અમેરિકાના મોન્ટાના રાજ્યના બિલિંગ્સ શહેરમાંથી એક એવી ઘટના સામે આવી છે જે માનવતા અંગે સવાલો ઊભા કરે છે. ત્યાં એક વ્યક્તિએ તેના આઠ સંબંધીઓની હત્યા કરી અને ત્યારબાદ પોતે પણ આત્મહત્યા કરી લીધી.
મોન્ટાનાના બિલિંગ્સ શહેરમાં બનેલી ઘટનામાં એક વ્યક્તિ દ્વારા માર્યા ગયેલા આઠ સંબંધીઓમાં ચાર બાળકોનો સમાવેશ થતો હતો. મૃતકોમાં એક જ પરિવારની ચાર પેઢીના સભ્યોનો સમાવેશ થતો હતો.
8 સંબંધીઓની કરી હત્યા
પરિવારના એક પ્રવક્તાએ ‘એસોસિએટેડ પ્રેસ’ને જણાવ્યું હતું કે આ ઘટના બિલિંગ્સમાં આવેલા એક ઘરમાં રવિવારના ભોજન દરમિયાન બની હતી. એક વ્યક્તિએ તેના આઠ સંબંધીઓની હત્યા કરી અને ત્યારબાદ પોતે પણ આત્મહત્યા કરી લીધી.
જેનિફર મર્સરે અંતિમ સંસ્કાર અને અન્ય ખર્ચમાં મદદ કરવા માટે ઓનલાઇન ફંડ-રેઝર (ભંડોળ એકત્ર કરવાની ઝુંબેશ) શરૂ કર્યું હતું અને તેમને જ આ ઘટના વિશે માહિતી આપવા માટે અધિકૃત કરવામાં આવ્યા હતા.
જેનિફર મર્સરે જણાવ્યું હતું કે પીડિતો આ મિશ્રિત પરિવારની ચાર પેઢીઓના સભ્યો હતા, જેમાં નેવુંના દાયકામાં રહેલાં પરદાદીથી લઈને સાત વર્ષની બાળકીનો સમાવેશ થતો હતો.
પોલીસે તપાસ શરૂ કરી
પોલીસે જણાવ્યું હતું કે આ તમામ લોકોને રવિવારે સાંજે તે ઘરે આમંત્રિત કરવામાં આવ્યા હતા. ઘર સંપૂર્ણપણે આગની લપેટમાં આવી જાય તે પહેલાં, પડોશીઓએ મિલકતના પાછળના ભાગેથી ગોળીબારનો અવાજ સાંભળ્યો હતો. પોલીસે અનેક લોકોના મૃત્યુની પુષ્ટિ કરી હતી, જેમાં એક વ્યક્તિનો સમાવેશ થાય છે જેનું મૃત્યુ પોતાની જાતે ગોળી મારવાને કારણે થયું હતું.
થોડે દૂર રહેતા ડેવિડ હિલરે રવિવારે સાંજે લગભગ 6 વાગ્યે ફટાકડા ફૂટતા હોય તેવો અવાજ સાંભળ્યો. તેમણે તે અવાજ પર બહુ ધ્યાન આપ્યું નહીં.
તે જ સમયે, અન્ય એક પાડોશીએ ડેવિડ હિલરને ફોન કરીને શેરીમાં થયેલા ગોળીબાર વિશે જાણ કરી. જ્યારે હિલર બહાર આવ્યા, ત્યારે તેમણે જોયું કે ટેક્ટિકલ ગિયર (ખાસ સુરક્ષા સાધનો) પહેરેલા પોલીસ અધિકારીઓ વાહનોની પાછળ આશરો લઈ રહ્યા હતા. જેમાંના કેટલાક લાંબી બંદૂકોથી સજ્જ હતા, અને તે ઘરની અંદરથી કાળા ધુમાડાના ગોટેગોટા નીકળી રહ્યા હતા.
વધુ વાંચો: ફાયર બ્રિગેડના વાહનનો ઉપયોગ કરીને ધારાસભ્યની કાર ધોવામાં આવી, વીડિયો વાયરલ


