1. Home
  2. ગુજરાતી
  3. ઉત્તરાખંડઃ હરિદ્વારમાં અલગ-અલગ અકસ્માતમાં 6 કાંવડીયાઓના મોત
ઉત્તરાખંડઃ હરિદ્વારમાં અલગ-અલગ અકસ્માતમાં 6 કાંવડીયાઓના મોત

ઉત્તરાખંડઃ હરિદ્વારમાં અલગ-અલગ અકસ્માતમાં 6 કાંવડીયાઓના મોત

0
Social Share

દહેરાદુન:હરિદ્વારમાં રવિવારે સવારે થયેલા અકસ્માતમાં છ કાંવડીયાઓના મોત થયા હતા.પોલીસે પંચનામું કરીને મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે.

કલીયર મોડ પર રતમઉ નદીના પુલ પર થયેલા માર્ગ અકસ્માતમાં બદાયુના રહેવાસી એક કાંવડીયા ચંદ્રપાલનું મૃત્યુ થયું.જ્યારે તેના બે સાથી નેકરામ અને શિવમ ઘાયલ થયા હતા. બંનેને સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા, પરંતુ શિવમે સારવાર દરમિયાન દમ તોડી દીધો હતો.

તે જ સમયે, કનખલ પોલીસ સ્ટેશન વિસ્તારના બૈરાગી કેમ્પમાં રસ્તાના કિનારે સૂતેલા બે કાંવડીયાઓ પર ટેન્ટર ચઢી ગયું હતું. જેના કારણે બંનેના મોત થયા હતા.અકસ્માતથી ગુસ્સે ભરાયેલા કાંવડીયાઓએ આ દરમિયાન હોબાળો મચાવ્યો હતો.જે બાદ ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે માંડ માંડ મામલો થાળે પાડ્યો હતો.

બીજી તરફ કનખલ પોલીસ સ્ટેશન વિસ્તારના પ્રેમનગર આશ્રમ ફ્લાયઓવર પર બાઇકનો અકસ્માત થયો હતો, જેના કારણે બંને બાઇક સવારોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. પોલીસે તમામના પંચનામા પોસ્ટમોર્ટમ માટે જિલ્લા હોસ્પિટલમાં મોકલી આપ્યા છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code