1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીના શાસનના પાંચ વર્ષ પૂર્ણ થતા વિવિધ કાર્યક્રમોની નવ દિવસ સુધી ઊજવણી કરાશે
ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીના શાસનના પાંચ વર્ષ પૂર્ણ થતા વિવિધ કાર્યક્રમોની નવ દિવસ સુધી ઊજવણી કરાશે

ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીના શાસનના પાંચ વર્ષ પૂર્ણ થતા વિવિધ કાર્યક્રમોની નવ દિવસ સુધી ઊજવણી કરાશે

0
Social Share

ગાંધીનગરઃ મુખ્યમંત્રી વિજય રૂપાણી આગામી 7મી ઓગસ્ટે તેમના શાસનના પાંચ વર્ષ પૂર્ણ કરવા જઈ રહ્યા છે આ પાંચ વર્ષની ઊજવણી માટે કેબિનેટ કક્ષા ની મંત્રીઓની કમિટી રચવામાં આવી છે, પહેલી ઓગસ્ટથી 9મી ઓગસ્ટ એટલે કે નવ દિવસ સુધી જુદા જુદા કાર્યક્રમોનું આયોજન કરશે. જેમાં મહિલા, યુવાનો ,ખેડૂતો , આદિવાસી, શિક્ષણ, વિકાસ, ગરીબી નિર્મૂલન જેવી અલગ અલગ થીમ પર કામ કરવામાં આવશે. આ માટેની પ્રાથમિક તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે મંત્રી કક્ષાએ તેના પ્રેઝન્ટેશન લેવામાં આવી રહ્યા છે અને આખરી સમીક્ષાઓ થઈ રહી હોવાનું સૂત્રોમાંથી જાણવા મળ્યું છે..

રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીના શાસનના પાંચ વર્ષ પૂર્ણ થતા દરેક જિલ્લાકક્ષાએ કાર્યક્રમો યોજવાની રૂપરેખા તૈયાર થઈ ચૂકી છે, 33 જિલ્લામાં 33 રોજગારી મેળા યોજવામાં આવશે જેમાં 50,000 યુવાનોને નિમણૂંક પત્ર આપવામાં આવશે. આ નવ દિવસના કાર્યક્રમોની હવે પછી જાહેરાત કરવામાં આવશે 7મી ઓગસ્ટે સ્ટેચ્યુ ઓફ યુનિટી તેમજ મહાત્મા મંદિર ખાતે મેગા ઇવેન્ટનું આયોજન સુનિશ્ચિત કરવામાં આવશે. જે અંગેની તડામાર તૈયારી રાજ્ય સરકારના વિવિધ વિભાગો દ્વારા શરુ કરી દેવામાં આવી છે.

આ મેગા ઇવેન્ટ માટે એવા સ્થળની શોધ ચાલી રહી છે જેમાં સોશ્યલ ડિસ્ટન્સ અને કોરોનાની ગાઈડલાઈડનું સંપૂર્ણ પણે પાલન ઈ શકે, સત્તાવાર સૂત્રો માનીએ તો મોટાભાગે આ કાર્યક્રમ મહાત્મા મંદિર ખાતે યોજવામાં આવે તેવા સંકેત મળી રહ્યા છે.આ નવ દિવસ માટે હાલ, નક્કી થયેલા પ્રાથમિક કાર્યક્રમ મુજબ પહેલી ઓગસ્ટે જ્ઞાનશક્તિ દિવસ જેમાં શાળાના ઓરડા પંચાયત ઘર આંગણવાડીના ખાતમુહૂર્ત અને લોકાર્પણ અને નમો ટેબલેટનુ વિતરણ 100 સ્થળોએ કરવામાં આવશે.બીજી ઓગસ્ટે સંવેદના દિવસની ઊજવણી કરવામાં આવશે નાગરિક સેવા માટે 250 તાલુકા 150 નગરપાલિકા મ્યુનિસિપલ કોર્પોરેશન ઝોન વાઇઝ એમ કુલ પાંચસો સ્થળે સેવા સેતુ કાર્યક્રમ યોજવામાં આવશે.ત્રીજી ઓગસ્ટ કેબિનેટનો દિવસ હોવાથી મુખ્યમંત્રી સહિતના મંત્રીઓ ગાંધીનગરમાં રહે છે અને બપોર બાદ વિવિધ ક્ષેત્રોની મુલાકાતે જશે.આ દિવસે કેબિનેટમાં વિશે ઠરાવ પસાર કરવામાં આવશે.

ચોથી ઓગસ્ટ મહિલા સશક્તિકરણ દિવસની ઊજવણી કરવામાં આવશે શહેરોની 5000 સહિત 10000 સખીમંડળોને જોડીને રાજ્યની એક લાખ બહેનોને બેંક ધિરાણ આપવા રાજ્યમાં 100 જેટલા સ્થળોએ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. પાંચમી ઓગસ્ટ ધરતીપુત્ર સલામ દિવસ ઊજવવામાં આવશે ડાંગમાં વિશેષ કાર્યક્રમ, તથા કિસાન યોજના અને સાત પગલાં ખેડૂત કલ્યાણ યોજનાના 100 સ્થળોએ કાર્યક્રમો યોજાશે. છઠ્ઠી ઓગસ્ટ નો દિવસ યુવાશક્તિ દિન તરીકે ઉજવણી કરાશે જિલ્લા દીઠ એટલે કે 33 ઔદ્યોગિક રોજગાર મેળામાં અંદાજે 50,000 યુવાનોને નિમણૂંક પત્ર આપવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.

7મી ઓગસ્ટનો દિવસ ગરીબ ઉત્કષ યોજનાનો આરંભ કરવામાં આવશે આવાસ યોજનાના લોકાર્પણ ખાતમુહૂર્ત માટે સવારે અને સાંજે કોરોના વોરિયર્સ ના સન્માન માટેના 41 કાર્યક્રમો રાજ્યભરમાં યોજાશે. આઠમી ઓગસ્ટ નો દિવસ શહેરીજનોની સુખાકારી દિવસની ઊજવણી ગુજરાત યુનિ ફાયનાન્સ બોર્ડ દ્વારા પાલિકાઓને રૂપિયા એક હજાર કરોડના ચેકનું વિતરણ અને કામોના લોકાર્પણ ખાતમુહૂર્ત માટે આઠ મહાનગરો સહિત રાજયમા 41 કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. નવમી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ તરીકે ની ઊજવણી કરવામાં આવશે એક લાખ કરોડની વનબંધુ યોજના ભાગ 2 નો આરંભ બિરસા મુંડા યુનિવર્સિટીનું ખાતમુહૂર્ત, સો આદિવાસી વિસ્તારોમાં 28 સ્થળો પર એકી સાથે કાર્યક્રમો યોજવામાં આવશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code