1. Home
  2. ગુજરાતી
  3. રાજસ્થાનમાં હિંદુઓના ધર્માંતરણનું વિષચક્ર, ભરતપુરમાં 20000થી વધુને બનાવાયા ખ્રિસ્તી!
રાજસ્થાનમાં હિંદુઓના ધર્માંતરણનું વિષચક્ર, ભરતપુરમાં 20000થી વધુને બનાવાયા ખ્રિસ્તી!

રાજસ્થાનમાં હિંદુઓના ધર્માંતરણનું વિષચક્ર, ભરતપુરમાં 20000થી વધુને બનાવાયા ખ્રિસ્તી!

0
Social Share

જયપુર: રાજસ્થાનના ભરતપુર ખાતેની એક હોટલમાં રવિવારે ખ્રિસ્તી મિશનરી ધર્માંતરણનો કાર્યક્રમ ચલાવી રહ્યા હતા. આ કાર્યક્રમમાં ચંદીગઢના પાદરી બજિંદરસિંહને લાઈવ સામેલ જોડવામાં આવ્યો હતો. તે લોકોનું ધર્માંતરણ કરાવી રહ્યો હતો. કાર્યક્રમમાં દાવો કરાયો હતો કે તે મૃત બાળકોને જીવિત કરી શકે છે અને કેન્સર જેવી ભયાનક બીમારીનો પણ ઈલાજ કરી શકે છે. કાર્યક્રમના આયોજકો કુંવરસિંહ અને શૈલેન્દ્રસિંહની રાજસ્થાન પોલીસે ધરપકડ કરી છે. રાજસ્થાનમાં 20 હજારથી વધારે લોકોના ખ્રિસ્તી ધર્મમાં ધર્માંતરણ કરાયા છે.

બજિન્દરસિંહ ખુદને પ્રોફેટ કહે છે. તેના ઘણાં એવા વીડિયો ઈન્ટરનેટ પર છે, જ્યાં તે ચમત્કારી દાવાઓ કરીને વિચિત્ર હરકતો કરે છે. ધરપકડ કરાયેલા બંને આરોપીઓ કહી રહ્યા છે કે તે તો માત્ર માધ્યમ છે. બજિન્દરસિંહ ચંદીગઢથી જ લોકોના લાઈવ ધર્માંતરણ કરાવી રહ્યો હતો. માઈક અને સ્પીકર સહીત પાંચ એલઈડીની વ્યવસ્થા કાર્યક્રમ સ્થાન પર કરવામાં આવી હતી. બંને આરોપી 2020થી બજિન્દરસિંહ સાથે જોડાયેલા છે. એકલા ભરતપુરમાં 20 હજારથી વધારે લોકોનું ધર્માંતરણ કરાવાયું છે.

આયોજનો માટે નાણાં પણ ઓનલાઈન મોકલે છે. જ્યાં કુંવરસિંહ ભરતપુરનો વતની છે, તો શૈલેન્દ્રસિંહ ઉત્તરપ્રદેશના ફરીદાબાદનો રહેવાસી છે. અન્ય આઠની પણ આ મામલામાં ધરપકડ થઈ ચુકી છે. તેમની પાસે આયોજનનો સામાને અને ભડકાઉ પુસ્તકો પણ મળ્યા છે. વકીલ સંદીપસિંહે આ આયોજનને લઈને ખુલાસો કર્યો, જે દોસ્તના લગ્ન માટે મેરેજ હોલ બુક કરાવવા સોનાર હવેલી પહોંચ્યા હતા. અહીં 400 લોકો હાજર હતા. 15 લોકો મંચ પર હતા. ઈશુના સમ અપાય રહ્યા હતા અને ધર્માંતરણ કરાય રહ્યું હતું.

ત્યાં રહેલા  લોકોને ખ્રિસ્તી ધર્મના ફાયદા ગણાવાયા અને બોટલમાં કંઈક મિલાવીને પીવડાવવામાં આવ્યું. એટલું જ નહીં કુંવરસિંહની સાથે સાથે સિદ્ધાર્થ ગૌતમ નામનો વ્યક્તિ મંચ પરથી હિંદુ દેવીદેવતાઓને પણ ગાળો આપી રહ્યો હતો. બાળકોના હાથમાં બાઈબલ અપાયું હતું. સંદીપ ગુપ્તાએ જ્યારે ટોક્યો અને રેકોર્ડંગ કરવા લાગ્યા ત્યારે તેમની સાથે ધક્કામુક્કી કરવામાં આવી. ઈલાજના નામ પર પીડિતોને ત્યાં બોલાવાયા હતા. 352 પુસ્તકોને જપ્ત કરવામાં આવી છે. ગરીબોને નાણાંની લાલચ પણ આપવામાઁ આવી હતી અને ખાણીપીણીની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી.

પાદરી બજિન્દરસિંહ મેરા યશુ યશુ- વાળા વીડિયોથી વાયરલ થયો હતો. પાદરી બજિન્દરસિંહને જીરકપુર પોલીસે તેની અનુયાયી યુવતી સાથે બળાત્કાર કરવાના આરોપમાં દિલ્હી એરપોર્ટ પરથી એરેસ્ટ કર્યો હતો. 2017માં એક યુવતીએ જલંધરના ચર્ચના પાદરી બજિન્દર પર આરોપ લગાવ્યો હતો કે તેણે વિદેશ મોકલવાના નામ પર તેની સાથે બળાત્કાર કર્યો અને વીડિયો પણ બનાવ્યો. બજિન્દરસિંહના યૂટ્યૂબ પર આવા ઘણાં વીડિયો છે, જેમાં તે સલમાનખાનથી લઈને ઘણાં મોટા સ્ટાર્સની ભવિષ્યવાણી કરવાનો દાવો કરી રહ્યો છે. સૂટબૂટ અને સિક્યોરિટીમાં રહેતો બજિન્દરસિંહ પોતાના ભાષણો દરમિયાન સુંદર યુવતીઓ પર નજર પણ રાખતો હતો.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code