1. Home
  2. ગુજરાતી
  3. લોકસભા ચૂંટણીઃ દિલ્હીમાં AAPએ કોંગ્રેસને એક બેઠકની ઓફર કરી
લોકસભા ચૂંટણીઃ દિલ્હીમાં AAPએ કોંગ્રેસને એક બેઠકની ઓફર કરી

લોકસભા ચૂંટણીઃ દિલ્હીમાં AAPએ કોંગ્રેસને એક બેઠકની ઓફર કરી

0
Social Share

નવી દિલ્હીઃ લોકસભાની ચૂંટણી પૂર્વે વિપક્ષી ગઢબંધનમાં બેઠકોની વહેંચણીને લઈને લાંબા સમયથી ખેંચતાણ ચાલી રહી છે. ઈન્ડી સંગઠનમાં બેઠકો મામલે પહેલા પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી, આરએલડી પછી આમ આદમી પાર્ટીએ પણ મોટી જાહેરાત કરી છે. આમ આદમી પાર્ટીએ પણ કોંગ્રેસને સીટ વહેંચણીને લઈને ઓફર આપી છે. દિલ્હીમાં આમ આદમી પાર્ટીએ કોંગ્રેસને એક લોકસભા સીટ પર ચૂંટણી લડવાની ઓફર કરી છે. જ્યારે આમ આદમી પાર્ટી છ સીટો પર ચૂંટણી લડશે. પંજાબમાં AAP અને કોંગ્રેસ અલગ-અલગ ચૂંટણી લડશે. AAPએ ગોવામાં એક અને ગુજરાતમાં બે સંસદીય બેઠક પર ઉમેદવારો ઉભા રાખવાનો નિર્ણય લીધો હોવાનું જાણવા મળે છે.

આમ આદમી પાર્ટીના નેતા સંદીપ પાઠકે જણાવ્યું હતું કે, અમે કોંગ્રેસને દિલ્હીની એક સીટ પર ચૂંટણી લડવાનો પ્રસ્તાવ આપ્યો છે. જ્યારે આમ આદમી પાર્ટી દિલ્હીમાં છ બેઠકો પર ચૂંટણી લડશે. જો કોંગ્રેસ આ પ્રસ્તાવનો સમયસર જવાબ નહીં આપે તો આમ આદમી પાર્ટી છ સીટો પર પોતાના ઉમેદવારોની જાહેરાત કરશે.

આપના નેતાએ વધુમાં જણાવ્યું હતું કે, અમારી કોંગ્રેસ પાર્ટી સાથે બેઠકોની વહેંચણીને લઈને બે સત્તાવાર બેઠકો થઈ હતી પરંતુ આ બેઠકોનું કોઈ પરિણામ આવ્યું નથી. આ બે સત્તાવાર બેઠકો સિવાય છેલ્લા એક મહિનામાં બીજી કોઈ બેઠક થઈ નથી. અમે આગામી બેઠકની રાહ જોઈ રહ્યા છીએ, કોંગ્રેસના નેતાઓને પણ આગામી બેઠકની જાણ નથી. આજે હું અહીં ભારે હૈયે બેઠો છું. અમે આસામમાંથી ત્રણ ઉમેદવારોની જાહેરાત કરી છે અને મને આશા છે કે ઈન્ડી ગઠબંધન તેમને સ્વીકારશે.

AAP સાંસદ સંદીપ પાઠકે વધુમાં જણાવ્યું હતું કે, મેરિટના આધારે કોંગ્રેસ પાર્ટી દિલ્હીમાં એક પણ સીટ માટે હકદાર નથી, પરંતુ ‘ગઠબંધનના ધર્મ’ને ધ્યાનમાં રાખીને અમે તેમને દિલ્હીમાં સીટ ઓફર કરી રહ્યા છીએ. અમારો પ્રસ્તાવ છે કે કોંગ્રેસ પાર્ટી એક સીટ પર લડશે અને AAP વધુ સીટો પર લડશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code