Site icon Revoi.in

વિકી કૌશલની ફિલ્મ ‘મહાઅવતાર’ ફરી મુલતવી, હવે 2027માં રીલિઝ થવાની શક્યતા

Social Share

બોલીવૂડ અભિનેતા વિકી કૌશલની બહુચર્ચિત ફિલ્મ ‘મહાઅવતાર’ ફરી એકવાર પાછળ ધકેલાઈ ગઈ છે. માહિતી મુજબ, આ ફિલ્મનું શૂટિંગ આવતા વર્ષનાં એપ્રિલ પહેલાં શરૂ થવાની શક્યતા નથી. અગાઉ ફિલ્મને ડિસેમ્બર ૨૦૨૬માં રીલિઝ કરવાનો અંદાજ હતો, પરંતુ હવે એવી ચર્ચા છે કે આ ફિલ્મ ૨૦૨૭માં જ રીલિઝ થઈ શકે.

સૂત્રોના જણાવ્યા મુજબ વિકી કૌશલ હાલ લવ એન્ડ વોર  સહિતની અનેક ફિલ્મોમાં વ્યસ્ત હોવાથી તેમનું શિડયૂલ ગોઠવાતું નથી. જોકે બોલીવૂડ વર્તુળોમાં ચર્ચા એ પણ છે કે ફિલ્મનું બજેટ અત્યંત મોટું હોવાથી પ્રોડક્શન ટીમ તેને લઈને ફેરવિચારણા કરી રહી છે. આ ફિલ્મના  દિગ્દર્શક અમર કૌશિક છે જ્યારે વિકી કૌશલ ભગવાન પરશુરામના પાત્રમાં જોવા મળશે. વિકી કૌશલને આ પાત્ર માટે કેટલાક મહિનાઓ સુધી ખાસ ફિઝિકલ ટ્રેનિંગ લેવી પડશે. હવે જોવું રહ્યું કે દર્શકોની આતુરતાપૂર્વક રાહ જોવાતી આ ફિલ્મ ક્યારે સિલ્વર સ્ક્રીન પર આવે છે.

Exit mobile version