
શ્રીરામ રાઘવનની ફિલ્મ ‘મેરી ક્રિસમસ’માં વિજય સેતુપતિ અને કેટરીના કૈફ સાથે જોવા મળશે
- વિજય સેતુપતિ અને કેટરીના કૈફ સાથે કામ કરશે
- શ્રીરામ રાઘવનની ફિલ્મ ‘મેરી ક્રિસમસ’માં જોવા મળશે
- 23 ડિસેમ્બર 2022ના રોજ રિલીઝ થશે આ ફિલ્મ
મુંબઈ:કેટરિના કૈફ પોતાના લગ્નની વિધિઓ પૂર્ણ કરીને ફરી એકવાર ફિલ્મ સેટ પર પરત ફરી છે. કેટરિનાની આગામી ફિલ્મ ‘મેરી ક્રિસમસ’ની રિલીઝ ડેટ જાહેર કરવામાં આવી છે.કેટરિનાએ પોતે સોશિયલ મીડિયા પર આ ફિલ્મના નિર્દેશક અને અભિનેતા સાથેની એક તસવીર શેર કરીને આની જાણકારી આપી છે. આ ફિલ્મમાં કેટરિના સાથે સાઉથનો સુપરસ્ટાર વિજય સેતુપતિ જોવા મળવાનો છે. આ ફિલ્મની રિલીઝ ડેટ ક્રિસમસ પર જ રાખવામાં આવી છે.
કેટરિનાએ આજે ક્રિસમસના અવસર પર તેની આગામી ફિલ્મની રિલીઝ ડેટ જાહેર કરી છે.તેણે ઈન્સ્ટાગ્રામ પર આ ફિલ્મની ટીમ સાથેની એક તસવીર શેર કરીને એક પોસ્ટ લખી છે. પોસ્ટમાં તેણે લખ્યું છે કે,એક નવી શરૂઆત,સેટ પર વાપસી ડિરેક્ટર શ્રીરામ રાઘવનની મેરી ક્રિસમસ માટે.હું હંમેશાથી શ્રીરામ સર સાથે કામ કરવા માંગતા હતી.
અહીં ફિલ્મ વિશે ઘણી રસપ્રદ માહિતી સામે આવી રહી છે.સાઉથનો સુપરસ્ટાર વિજય અને બોલિવૂડની ટોચની અભિનેત્રી કેટરીના પહેલીવાર સાથે જોવા મળશે. આ એક સસ્પેન્સ થ્રિલર ફિલ્મ હશે. ફિલ્મનું નામ ‘મેરી ક્રિસમસ’ રાખવામાં આવ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે,આ સમયગાળો 90 મિનિટનો હશે. તેનું શૂટિંગ પૂણે અને મુંબઈના કેટલાક ભાગોમાં થશે.તેનું શેડ્યૂલ પણ લગભગ 30 દિવસનું જ હશે.આ ફિલ્મ આવતા વર્ષે ડિસેમ્બરમાં એટલે કે 23 ડિસેમ્બર 2022ના રોજ રિલીઝ થશે. આશા છે કે આ ફિલ્મનું શુટિંગ એપ્રિલમાં શરૂ થશે.