નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટિપ્પણી કરી કે વિશાખાપટ્ટનમ સ્ટીલ પ્લાન્ટ આંધ્રપ્રદેશના લોકોના હૃદય અને મનમાં એક ખાસ સ્થાન ધરાવે છે. “ગઈકાલની કેબિનેટ બેઠક દરમિયાન, પ્લાન્ટ માટે રૂ. 10,000 કરોડથી વધુની ઇક્વિટી સહાય પૂરી પાડવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો”, મોદીએ જણાવ્યું.
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું કે, “વિશાખાપટ્ટનમ સ્ટીલ પ્લાન્ટ આંધ્રપ્રદેશના લોકોના હૃદય અને મનમાં એક ખાસ સ્થાન ધરાવે છે. ગઈકાલની કેબિનેટ બેઠક દરમિયાન, પ્લાન્ટ માટે રૂ. 10,000 કરોડથી વધુની ઇક્વિટી સહાય પૂરી પાડવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આત્મનિર્ભર ભારત બનાવવા માટે સ્ટીલ ક્ષેત્રના મહત્વને સમજીને આ કરવામાં આવ્યું છે.”