Site icon Revoi.in

વિટામિન Dની અછતથી દૂર કરવા માટે સૂર્યનો પ્રકાશ સૌથી ઉત્તમ

Social Share

શરીરને તંદુરસ્ત રાખવા માટે અનેક પ્રકારના વિટામિન્સ અને મિનરલ્સ જરૂરી હોય છે. એમાં સૌથી મહત્વપૂર્ણ વિટામિન્સમાંનું એક છે વિટામિન D, જે હાડકાં અને પેશીઓને મજબૂત બનાવવામાં મદદરૂપ છે. પરંતુ જો શરીરમાં વિટામિન Dની અછત થાય તો સાંધામાં દુખાવો, પેશીઓમાં નબળાઈ, ચક્કર આવવા જેવી સમસ્યાઓ થઈ શકે છે.

નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે, વિટામિન D મેળવવાનો શ્રેષ્ઠ અને કુદરતી રસ્તો સૂર્યપ્રકાશ છે. દરરોજ 10 થી 15 મિનિટ સૂર્યપ્રકાશમાં રહેવું જોઈએ જે શરીરમાં વિટામિન Dની અછત દૂર કરવા પૂરતું છે. આ ઉપરાંત માછલી, ઈંડા અને મશરૂમ જેવા ખોરાકમાં પણ થોડું વિટામિન D જોવા મળે છે.

હોર્મોનની જેમ કાર્ય કરે છે વિટામિન D: વિટામિન D ફક્ત વિટામિન નથી, પરંતુ તે શરીરમાં હોર્મોનની જેમ કાર્ય કરે છે. તે 200થી વધુ જીન્સને નિયંત્રિત કરે છે અને હાડકાંની મજબૂતી સિવાય શરીરના અનેક કાર્યોમાં ભૂમિકા ભજવે છે.

સૂર્યપ્રકાશ શ્રેષ્ઠ સ્ત્રોત છે: વિટામિન Dનો સૌથી શક્તિશાળી સ્ત્રોત સૂર્યપ્રકાશ છે. ફક્ત 15 મિનિટની ધૂપ, દૂધ, મચ્છલી કે મશરૂમ જેટલું વિટામિન D પૂરૂં કરી શકે છે.

અછત ઓળખવી મુશ્કેલ: વિટામિન Dની અછતનો તરત ખ્યાલ આવતો નથી, કારણ કે તેના લક્ષણો સામાન્ય હોય છે,  જેમ કે થાક લાગવો, નબળાઈ કે ચક્કર આવવા.

વધારે માત્રામાં લેવુ નુકસાનકારકઃ વિટામિન Dની વધુ માત્રા શરીરને નુકસાન પહોંચાડી શકે છે. વયસ્ક વ્યક્તિને દૈનિક માત્ર 600-800 IU વિટામિન Dની જરૂર હોય છે. વધુ માત્રામાં લેવાથી શરીર પર ખરાબ અસર પડી શકે છે.

ખોરાકમાં ઓછું પ્રમાણ મળે છેઃ વિટામિન D ખોરાકમાં ખૂબ જ ઓછી માત્રામાં જોવા મળે છે, તેથી તેને પૂરું કરવા માટે સૂર્યપ્રકાશ અથવા ડૉક્ટર સલાહ મુજબ સપ્લિમેન્ટ લેવું ઉત્તમ વિકલ્પ છે.

આયુર્વેદ નિષ્ણાતોના મતે, સૂર્યપ્રકાશમાં ચાલવું અથવા બેસવું વિટામિન Dની અછત દૂર કરવાનો સૌથી અસરકારક ઉપાય છે. બદામ, અખરોટ અને ડેરી ઉત્પાદનોમાં પણ થોડી માત્રામાં વિટામિન D હોય છે, જે દૈનિક આહારમાં શામેલ કરવાથી શરીરમાં તેનું સ્તર સુધરી શકે છે.