મેનિક્યોર કરાવ્યા બાદ તમારા નેઈલને લોંગ ટાઈમ સારા રાખવા છ? તો જાણીલો તેના માટેની આ ટિપ્સ
- મેનિક્યોર કરાવ્યા બાદ નેઈલની રાખો કાળજી
- કાળજી રાખવાથી નેઈલ વધુ ટાઈમ સારા રહે છે
આજકાલ દરેક સ્ત્રીઓ પોતાના ચહેરાની સુંદરતાની સાથે સાથે હાથ અને નેઈલની પણ ખૂબ માવજત કરે છએ અને તે માટે તેઓ મેનિક્યોર જેવી ટ્રિટમેન્ટ પાર્લરમાં કરાવે છે ખૂબ જ ખર્ચાળ ઉપાય કરાવ્યા બાદ પણ હાથના નેઈલ ખરાબ થઈ જાય છે જેનું કારણ છે કે મેનિક્યોર કરાવ્યા બાદ આપણે હાથછની કાળજી નથી રાખતા અને ખાસ કરીને નખની, તો ચાલો જાણીએ કઈ રીતે નખની કાળજી કરવી જોઈએ જેથી લોંગ ટાઈમ સુયદી તમારું મેનિક્યોર પરફેક્ટ રિધલ્ટ આપી શકે.
હાથ તથા નખની સારસંભાળ દરમિયાન, નખના ક્યુટિકલ્સ પણ સાફ કરવામાં આવે છે અને નખ કાપવામાં આવે છે, ફાઇલ કરવામાં આવે છે અને પોલિશ કરવામાં આવે છે. પરંતુ ઘણી વખત મોંઘી મેનીક્યોર કરાવ્યા પછી થોડા દિવસો પછી જ હાથ અને નખ ખરાબ થવા લાગે છે. આ ટિપ્સ ફોલો કરીને તમે પણ તમારા હાથ અને નખને લાંબા સમય સુધી સુંદર રાખી શકો છો.
મેનિક્યોર બાદ આટલી ટિપ્સ ફોલો કરો
મજબૂત નખ માટે તમારે પૌષ્ટિક આહાર લેવો જોઈએ. નખને સ્વસ્થ અને મજબૂત બનાવવા માટે વિટામિન B, E, D, પ્રોટીન, કેલ્શિયમ અને ફાઈબર જેવા પોષક તત્વો જરૂરી છે. આ માટે તમારે તમારા આહારમાં લીલા શાકભાજી, ફળો, કઠોળ, દૂધ, દહીં, ઈંડા વગેરે ખાવાનું રાખવું જોઈએ.
આ સાથે જ હાથ અથવા નખ પર દબાણ આવવાથી નખને નુકસાન થઈ શકે છે. તેથી તેમને સૂકવવા માટે તમારા હાથને ટુવાલ વડે ઘસો નહીં. હાથને જાડા ટુવાલ વડે થપથપાવીને સુકાવો. હાથ તથા નખની સાજસંભાળ કરાવ્યા પછી, હાથ વડે ખાવાને બદલે ચમચીનો ઉપયોગ કરો.
તમે તમારા નખ સાફ કરવા માટે મીઠાના પાણીનો ઉપયોગ કરી શકો છો. મીઠાના પાણીથી હાથ ધોવાથી નખમાં જમા થયેલી ગંદકી દૂર થશે અને નખ સ્વચ્છ અને સુંદર દેખાશે. આ માટે એક લિટર પાણી લો. તેમાં ચારથી પાંચ ચમચી મીઠું ઉમેરીને બરાબર મિક્ષ કરી લો. પછી તેમાં તમારા હાથને 15 થી 20 મિનિટ સુધી પલાળી રાખો. આ પછી હાથને સૂકવી લો અને હેન્ડ ક્રીમ લગાવો.