Site icon Revoi.in

ભૂકંપ પ્રભાવિત મ્યામાંર અને થાઈલેન્ડમાં યુદ્ધના ધોરણે બચાવ અભિયાન તેજ

Social Share

મ્યાનમારમાં વિનાશકારી ભૂકંપ બાદ બચાવ અભિયાન લગાતાર ચાલુ છે. બચાવ કર્મચારી કાટમાળમાં દબાયેલા લોકોની શોધખોળ કરી રહ્યાં છે. મ્યાનમારમાં 27 માર્ચના રોજ 7.2નો ભૂકંપ આવ્યો હતો. આ ભૂકંપના કારણે 1,700 લોકોના મોત થયા છે અને 3,400 થી વધુ લોકો ઇજાગ્રસ્ત બન્યાં છે. જ્યારે 300 થી વધુ લોકો લાપતા બતાવવામાં આવ્યાં છે.

દરમિયાન મ્યાનમાર માટે મદદ કરનાર ભારત પ્રથમ દેશ બન્યો છે. ભારતે ભૂકંપના પગલે આવેલી વિપદામાંથી લોકોને બચાવવા ઓપરેશન બ્રમ્હા શરૂ કર્યું છે. ભારતે 80 સભ્યોનું નેશનલ ડીઝાસ્ટર ગૃપ મ્યાનમાર મોકલ્યું છે. આ ભૂંકપની અસર મ્યાનમારના પાડોશી દેશ થાઇલેન્ડમાં પણ અનુભવાઈ છે. થાઇલેન્ડમાં પણ બચાવ અભિયાન ચાલી રહ્યું છે.

Exit mobile version