Site icon Revoi.in

ગુજરાતમાં ઐદ્યોગિક વિકાસને વેગ આપવા માટે નાણા મંત્રીએ કઈ જાહેરાત કરી.. જાણો

Social Share

ગાંધીનગર, 18 ફેબ્રુઆરી 2026: ગુજરાત વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ આજે વર્ષ 2026-27નું અંદાજપત્ર રજુ કર્યું હતું, ઐદ્યોગિક દ્રષ્ટિએ ગુજરાત દેશનું ગ્રોથ એન્જિન ગણાય છે. ત્યારે ઉદ્યોગોને પ્રાત્સાહન આપવા માટે નાણા મંત્રીએ બજેટમાં ખાસ જાહેરાત કરી છે.

ગુજરાત વિધાનસભામાં નાણામંત્રી કનુ દેસાઈ દ્વારા રજૂ કરવામાં આવેલા 2026-27 બજેટમાં મુખ્યત્વે ભાવિ ટેકનોલોજી, રમતગમતનું આંતરમાળખું અને મધ્યમ વર્ગને સ્પર્શતી યોજનાઓ પર ભાર મૂકવામાં આવ્યો છે. ગુજરાત પોતાનાં ઉદ્યોગો અને સ્ટાર્ટઅપ ઈકોસિસ્ટમ માટે જાણીતું છે. તેવામાં નવા સ્ટાર્ટઅપ્સ અને હાલમાં ચાલી રહેલા ઉદ્યોગોને વેગ આપવા માટે સરકાર દ્વારા પાંચ મહત્વપુર્ણ જાહેરાત કરવામાં આવી હતી.

(1) સ્ટાર્ટઅપ ક્રાંતિ: 

અમદાવાદના i-Hubનું હવે ચાર મોટા શહેરોમાં વિસ્તરણ; સુરત, વડોદરા, રાજકોટ અને મહેસાણામાં ખુલશે રીજનલ સેન્ટર.

 (2) સ્માર્ટ GIDC: 

રાજ્યની 25 GIDCને ₹12500 કરોડના ખર્ચે ‘સ્માર્ટ’ બનાવાશે; 120 મિની GIDCનું પણ થશે નવીનીકરણ.

(3) નિકાસને વેગ: 

નિકાસકારોને પ્રોત્સાહન અને આર્થિક સપોર્ટ આપવા ‘ગુજરાત સ્ટેટ એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સીલ (GEPC)ની સ્થાપના થશે.

(4) આદિવાસી રોજગારી: 

દાહોદ અને અરવલ્લી સહિતના વિસ્તારોમાં 5 નવી ઔદ્યોગિક વસાહતો સ્થપાશે.

(5) ટેક્સટાઇલ હબ: 

ટેક્સટાઇલ પોલિસી માટે ₹2755 કરોડની ફાળવણી; લાખો નવી રોજગારીની અપેક્ષા.

ઉદ્યોગ અને ખાણ માટે ₹9873 કરોડની જોગવાઇ

 ઔદ્યોગિક ઇન્ફ્રાસ્ટ્રકચરને સહાય યોજના અંતર્ગત ₹55 કરોડની જોગવાઇ.

કુટિર અને ગ્રામોદ્યોગ પ્રભાગ માટે ₹979 કરોડની જોગવાઇ

Exit mobile version